સુરત શહેરમાં દિવસેને દિવસે જીવ લેવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે શુક્રવારના રોજ મોટી રાત્રે અથવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સંગ્રામપુરામાં બે ભાઈઓએ મળીને એક યુવક પર ધારદાર વસ્તુ વડે 25 વખત પ્રહાર કરીને તેનો જીવ લઈ લીધો છે. આ ઘટના બનતા જ ચારેબાજુ ચકચાર મચી જવા પામી હતી.
મળતી માહિતી અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે જૂની અદાવતના કારણે યુવકનો જીવ લેવામાં આવ્યો છે. હાલમાં તો આ સમગ્ર ઘટના ને લઈને પોલીસે ગુનો નોંધીને આ બધું તપાસ હાથ ધરી છે. યુવકનું મૃત્યુ થતાં તેના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. જ્યારે મૃતક યુવકના પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે, એમડી ડ્રગ્સનો નશો કરીને તેનો ઈરાદાપૂર્વક જીવ લેવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર આ ઘટનામાં મૃત્યુ પામેલા યુવકનું નામ સાજીદ રહેમાન શેખ હતું. તે સંગ્રામપુરા લોહાર મોહલ્લામાં આલીશાન મંજિલ નામની બિલ્ડીંગ માં પોતાના પરિવાર સાથે રહેતો હતો. બળતી માહિતી અનુસાર આ જ વિસ્તારમાં રહેતા મહંમદ ઈરફાન શેખ અને મહંમદ સાજીદ શેખ નામના બે ભાઈઓએ મળીને ધારદાર વસ્તુઓ વડે 25 વખત સાજીદ રહેમાન શેખ પર પ્રહાર કર્યા હતા.
મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા યુવકને લગભગ એકાદ વર્ષ પહેલા આરોપીઓની સાથે બબાલ થઈ હતી અને ત્યારે મૃત્યુ પામેલો સાજીદ રહેમાન શેખ આરોપી હતો. ત્યારે શુક્રવારના રોજ આરોપી ભાઈઓ સંગરામપુરા સ્થિત તલવાર ખાતે પોતાની જાણી દુકાનમાં હતા.
ત્યારે દુકાનની સામે ઉભેલો સાજીદ રહેમાન છે અમારી સામે જોયા કરે છે તેમ કહીને બંને ભાઈઓ તેની સાથે ઝઘડો કર્યો હતો. પછી બંને ભાઈઓએ મળીને ધારદાર વસ્તુ વડે 25 વખત સાજીદ રહેમાન શેખ પર પ્રહાર કરીને તેનો જીવ લઈ લીધો હતો. આ ઘટના બન્યા બાદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી.
પોલીસે ઘટનાના બંને આરોપીઓને પકડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃતકના સંબંધીઓ પાસેથી જાણવા મળ્યું હતું કે, 10 મહિના અગાઉની અદાવતમાં જીવ લેવામાં આવ્યો છે. પોલીસની ઘટના સ્થળના સીસીટીવી ફૂટેજ પણ મળ્યા છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment