વડોદરા શહેરમાં દીકરી તૃષાના કેસની વધુ તપાસ ચાલી રહી છે. ત્યાં ડભોઇ તાલુકાના મંડાળા ગામની સીમમાં 19 વર્ષની આદિવાસી યુવતીનો જીવ લઈ લેવામાં આવ્યો છે. આ ઘટના બનતાં ભારે અફરાતફરી મચી ગઇ હતી. મળતી માહિતી અનુસાર લગ્નેતર સંબંધમાં બનેવીએ જ દુપટ્ટાથી ગળુ દબાવીને યુવતીનો જીવ લઇ લીધો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં આ માહિતી સામે આવી છે. આ સમગ્ર ઘટનાને લઇને ડભોઇ પોલીસે આરોપી બનેવીને ગણતરીને કલાકોમાં જ પકડી પાડ્યો છે. મળતી માહિતી મુજબ 25 માર્ચના રોજ સાંજના સમયે મંડાળા ગામના રહેવાસી દિપકભાઇ કાંતિભાઈ પટેલને ખેતરના સેઢા ઉપરથી 19 વર્ષની યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો.
ત્યારબાદ તેમને આ ઘટનાની જાણ પોલીસને કરી હતી ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. મળતી માહિતી અનુસાર યુવતી 24 માર્ચના રોજ બપોરના સમયે કુદરતી હાજતે જવા માટે નીકળી હતી. મોડી રાત થઈ ગઈ છતાં પણ યુવતી પરત ન આવી તેથી પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી.
25 માર્ચના રોજ યુવતીનો મૃતદેહ દિપકભાઈ પટેલના ખેતર માંથી મળી આવ્યું હતું. ઘટનાની જાણ થતા ડભોઈ પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. યુવતીના મૃતદેહને કબજે લઇને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, યુવતીનું કોઈ અજાણ્યા શખ્સે દુપટ્ટા થી ગળુ દબાવીને યુવતીનો જીવ લઈ લીધો છે.
આ ઘટના બનતા જ મંડાળા ગામ સહિત પંથકમાં ચકચાર મચી ગઇ હતી. મૃત્યુ પામેલી યુવતી પણ મંડાળા ગામની રહેવાસી હતી. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે આરોપી મુકેશ ડુંગરા ભીલને ઝડપી લીધો હતો. મળતી માહિતી અનુસાર યુવતીનો જીવ તેના જ મુકેશ લઈ લીધો છે.
યુવતીના તેના બનેવી સાથે અનૈતિક સંબંધ હતા. જેનાથી યુવતીને ગર્ભ રહી ગયો હતો. જેથી યુવતી બનેવી મુકેશને લગ્ન કરવાની દબાણ કરતી હતી. તેનાથી કંટાળીને મુકેશે યુવતીનો જીવ લઇ લીધો હતો. આ સમગ્ર માહિતી પોલીસ તપાસમાં જાણવા મળી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment