હાલમાં બનેલી એક દુઃખદાયક ઘટના સામે આવી છે. મહીસાગર જિલ્લામાં આ વર્ષે ખૂબ જ સારો વરસાદ પડ્યો છે. ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ કુદરતી ઝરણા વહી રહ્યા છે. ત્યારે આ કુદરતી નજારો જોવા માટે દૂર દૂરથી લોકો અહીં આવતા હોય છે. મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં આવેલ વાવકુવા ધોધ પર વરસાદ વરસતા છેલ્લા કેટલાક દિવસથી ધોધ વહી રહ્યો છે.
મહીસાગર જિલ્લા ઉપરાંત અન્ય જિલ્લાઓના લોકો પણ અહીં આ કુદરતી નજારો નિહાળવા માટે આવતા હોય છે. ત્યારે ગતરોજ અમદાવાદથી એક યુવાન અહીં નાહવા માટે આવ્યો હતો. ધોધના પાણીમાં નહાતી વખતે યુવક ઊંડા પાણીમાં ચાલ્યો ગયો હતો. જેના કારણે તે ઊંડા પાણીની અંદર ડૂબી ગયો હતો.
આ ઘટના બનતા જ આસપાસના લોકોએ સ્થાનિકોને અને વહીવટી તંત્રને આ ઘટનાની જાણ કરી હતી. ત્યારબાદ ભારે શોધખોળ બાદ યુવકનું મૃતદે મળી આવ્યું હતું. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે યુવકનું નામ અમન નીરજકુમાર પટેલ હતું અને તેની ઉંમર 17 વર્ષની હતી. અમન એ જ 303 શ્રીનંદ નગર વિભાગ 5 મકબરા રોડ વેજલપુર અમદાવાદ ખાતે રહેતો હતો.
આ સમગ્ર ઘટનાની જાણ પોલીસે અમને પિતાને કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઘટનાની માહિતી મળતા જ અમનના પરિવારના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. માત્ર 17 વર્ષના દીકરાનું મૃત્યુ થતાં સમગ્ર વાતાવરણ ગમગીન બની ગયું હતું. અમનના મૃત્યુના સમાચાર સાંભળીને તેના પિતા અને અન્ય પરિવારના લોકોને ભારે આઘાત લાગ્યો હતો.
જ્યારે આ ઘટના બની ત્યારે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. પોલીસે અમનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરશે. અમનના મૃત્યુના કારણે તેના પરિવારજનો અને આસપાસના લોકોમાં પણ માતમ છવાઈ ગયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment