ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે જીવ ટૂંકાવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે નવસારી જિલ્લાના ચીખલીના મલવાડા ગામે ધોરણ 12 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે. આ ઘટના બનતા આજે ચારે બાજુ ભારે અફરાતફરી મહોલ જોવા મળ્યો હતો. દીકરીના મૃત્યુ બાદ પરિવારના લોકોએ દીકરીની શાળાના આચાર્ય પર આક્ષેપ કર્યો છે.
પરિવારજનોનો આક્ષેપ છે કે, દીકરી એકમ કસોટી ની બુક ઘરે ભૂલી જતા શાળાના આચાર્યએ તેની ખૂબ ધુલાઈ કરી હતી. જેને લઈને દીકરી એ આ પગલું ભર્યું છે. સમગ્ર ઘટના બન્યા બાદ પરિવારના લોકોએ શાળા પર ભારે ઓબાળો મચાવ્યો હતો. મૃત્યુ પામેલી દીકરીનું નામ દ્રષ્ટિ પટેલ હતું અને તેની ઉંમર માત્ર 17 વર્ષની હતી.
સમગ્ર ઘટનાને લઈને દીકરીનાપરિવારના લોકોએ ચીખલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પરિવારના લોકોએ ફરિયાદ નોંધાવી હતી કે, તેમની 17 વર્ષે દીકરી દ્રષ્ટિ શ્રીમતી નયનાબેન મકનભાઈ પ્રાથમિક ઉચ્ચ માધ્યમિક શાળામાં ભણતી હતી. ગત 28 તારીખના રોજ દીકરીની શાળામાં યુનિટ ટેસ્ટ લેવામાં આવી હતી, જેનું દીકરીએ હોમવર્ક કર્યું ન હતું.
બીજા દિવસે શાળાની અંદર હોમવર્ક ની બુક જમા કરાવવાની હતી. દ્રષ્ટિએ તે બુક જમા ન કરાવી તેથી તેની ધુલાઈ કરવામાં આવી હતી. જેના કારણે તેને ખૂબ જ ખોટું લાગી ગયું હતું અને તેને પોતાના ઘરે આવીને ઘરની પાછળ આવેલા પેજારીમાં લાકડાના દંડા ઉપર દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.
ચીખલી પોલીસમાં દાખલ ફરિયાદમાં અત્યાર સુધી આચાર્યનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો. ફરિયાદમાં માત્ર એવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે વિદ્યાર્થીનીને બોલાચાલીમાં ખોટું લાગતા તેને આ પગલું ભર્યું છે. જોકે પોલીસ સ્ટેશનની બહાર મૃતિક દીકરીના પરિવારજનો અને અન્ય લોકોનું ટોળું મોટી સંખ્યામાં એકઠું થઈ ગયું હતું.
ત્યારબાદ પોલીસે બંને આરોપી વિરોધ કાયદેસરના પગલાં લેવા માટેની તજવિજ શરૂ કરી હતી. આ ઘટના બનતા જ દીકરી ના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે. દીકરી એ કયા કારણસર પોતાનું જીવન ટુંકાવ્યું તેની હજુ કોઈ પણ ચોક્કસ માહિતી સામે આવી નથી
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment