સુરત શહેરમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર ડુમસના દરિયામાં 17 વર્ષની દીકરી ડૂબી ગઈ છે. મળતી માહિતી મુજબ દીકરી પોતાના માતા-પિતા સાથે ડુમ્મસ દરિયા કિનારે ફરવા માટે ગઈ હતી. આ દરમિયાન માતા-પિતાની નજરની સામે દીકરી દરિયામાં ડૂબી ગઈ હતી.
આ કારણોસર દીકરીનું કરુણ મૃત્યુ થયું છે. મળતી માહિતી અનુસાર રોશની સોલંકી નામની 17 વર્ષીય દીકરી પોતાના માતા-પિતા સાથે ડુમ્મસ દરિયા પર ફરવા માટે ગઈ હતી. દરિયામાં પૂનમની ભરતીના લીધે પાણીનું પ્રમાણ વધુ હતું. આ કારણોસર દીકરી પાણીમાં ખેંચાઈ ગઈ હતી.
પાણીમાં ડૂબી જવાના કારણે દીકરી રોશનીનું કરૂણ મૃત્યુ થયું હતું. માતા-પિતાની નજર સામેં દીકરીનું મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. મળતી માહિતી મુજબ આ ઘટના બની ત્યારે સ્થાનિક પોલીસ અને તરવૈયાઓએ દીકરી રોશનીને બચાવવા માટેના ઘણા પ્રયાસો કર્યા હતા.
પરંતુ તે લોકો દીકરીને બચાવી શક્યા નહીં. ઘટનાની જાણ થતા ડુમસ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. ડુમસ પોલીસે સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી હતી. માત્ર 17 વર્ષની દીકરીનું મૃત્યુ થતાં પરિવારજનોમાં માતમ છવાઇ ગયો હતો.
પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે, જે દિવસે આ ઘટના બની તે દિવસે પૂનમની ભરતીના લીધે દરિયામાં પાણીનું પ્રમાણ વધારે હતું. આ દરમિયાન દીકરી પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ હતી અને ઊંડા પાણીમાં ડૂબી જવાના કારણે માતા-પિતાએ પોતાની 17 વર્ષની દીકરી ગુમાવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment