આજકાલે જીવ ટૂંકાવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. તમે ઘણી એવી ઘટનાઓ સાંભળી હશે જેમાં ઘણા લોકો કેટલાક લોકોની હેરાનગતિના કારણે જીવ ટૂંકાવી લેતા હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે. આ ઘટનામાં ધોરણ 10 માં ભણતી વિદ્યાર્થીનીએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે. એવું જાણવા મળી રહ્યું છે કે મૃત્યુ પામેલી વિદ્યાર્થીનીએ સુસાઇડ કરતા પહેલા પોતે લખેલી સુસાઇડ નોટ પોતાની બહેનપણીને વચાવી હતી.
જ્યારે બહેનપણીએ તેને સમજાવી ત્યારે તેને તે સુસાઇડ નોટ ફાડી નાખી હતી અને ઘરે જઈને ગળાફાંસો ખાઈ લીધો હતો. મૃત્યુ પામેલી વિદ્યાર્થીના પરિવારજનોનો આરોપ છે કે, દીકરીને શાળામાંથી ખૂબ જ ત્રાસ આપવામાં આવતો હતો. જેથી તે ઘણા સમયથી પરેશાન રહેતી હતી. પરિવારજનોની માંગ છે કે શાળા સામે સુસાઇડ માટે ઉશ્કેરવાનો કેસ નોંધાવો જોઈએ.
આ ઘટના જયપુરના કરધાની પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. આ ઘટના બની ત્યારે ઘરમાં મૃત્યુ પામેલી વિદ્યાર્થીનો ભાઈ હાજર હતો. વિદ્યાર્થીનીએ બુધવારના રોજ શાળાએથી ઘરે આવીને આ પગલું ભરી લીધું હતું. મળતી માહિતી અનુસાર સાંજના સમયે લગભગ સાડા પાંચ વાગ્યાની આસપાસ વિદ્યાર્થીનીનો ભાઈ જીમમાં ચાલ્યો ગયો.
ત્યારબાદ વિદ્યાર્થીની પોતાના રૂમમાં ગઈ ત્યાં તેને પલંગ પર ખુરશી પર બે તકિયા મૂકીને પંખા પાસે પહોંચી અને પંખા સાથે સાડી બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો. લગભગ સાંજે 6.45 વાગ્યાની આસપાસ કોલોનીમાં રહેતી વિદ્યાર્થીની બેનપણીઓ તેને બોલાવવા માટે તેના ઘરે આવે છે. તેઓ ઘરે જઈને લવ્યાના રૂમનો દરવાજો ખોલે છે.
ત્યારે રૂમમાં લવ્યાનું મૃતદેહ ગળાફાંસો ખાધેલી હાલતમાં તેમને જોવા મળ્યું હતું. ત્યારબાદ તેઓ બુમા બુમ કરે છે અને બહાર જઈને આ ઘટનાની જાણ બધાને કરે છે. પડોશી એ આ ઘટનાની જાણ દીકરી ના માતા પિતા ને કરી હતી. ત્યારબાદ પડોશીઓ દીકરીને નીચે ઉતારીને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જાય છે. પરંતુ ત્યાં હાજર ડોક્ટરે દીકરીને મૃત જાહેર કરી હતી.
આ ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસ તપાસમાં જાણવા મળી રહ્યું છે કે, લવ્યા બુધવારના રોજ જ્યારે સ્કૂલમાં હતી ત્યારે તે તેની બહેનપણીને હતી કે, હું જીવન ટૂંકાવી લઈશ. આટલું જ નહીં પરંતુ લવ્યાએ એક સુસાઇડ નોટ પણ લખી હતી. તે સુસાઇડ નોટ તેને પોતાની બહેનપણીને વંચાવી હતી.
સુસાઇડ નોટમાં તેને લખ્યું હતું કે સ્કૂલમાં તેને કોઈ પ્રેમ કરતું નથી, તેની પાસે બેસવા કોઈ માગતું નથી, સોનુ મેમ અને પ્રિન્સિપલ મેડમ પણ તેને પસંદ કરતા નથી. શાળામાં તેને અપમાનિત કરવામાં આવે છે. આ કારણોસર વિદ્યાર્થીનીએ પોતાનું જીવન ટૂંકાવી લીધું હશે તેવું કહેવામાં આવી રહ્યું છે. દીકરીના માતા પિતાએ પણ કહ્યું કે શાળામાંથી તેમની દીકરીને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment