અયોધ્યા નગરીમાં જેમ જેમ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નજીક આવી રહ્યો છે તેમ પ્રસાદ માટે પણ ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે. ભગવાન શ્રી રામને ધરાવવામાં આવનાર ખાસ ભોગ ની તૈયારીઓ શરૂ કરી દેવાય છે જ્યારે ભગવાનના દર્શને આવનાર ભાવિકો માટે પણ ચોખા ઘીના બેસનના લાડુના પ્રસાદને તૈયાર કરવામાં આવી રહ્યો છે
ત્યારે અહીં 13,00,000 કરતાં પણ વધુ લાડુ ના પ્રસાદ બનાવવામાં આવ્યા છે અને મિત્રો 44,500 કિલો લાડુ તૈયાર કરવામાં આવ્યા છે અને જ્યાં સુધી નજર પડે ત્યાં સુધી આ પ્રસાદ નજરે પડી રહ્યો છે જોકે તેનો સૌપ્રથમ ભોગ ભગવાન શ્રીરામને ધરાવવામાં આવશે અને ત્યારબાદ લાડુનો પ્રસાદ ભાવિકોને આપવામાં આવશે.લાડુના પ્રસાદની કામગીરી સંભાળી રહેલા રત્નાકરજીએ
જણાવ્યું કે બાવિસો 22 મણ લાડુ બનાવવામાં આવ્યા છે. 13,00,000 થી વધુ લાડુ બનાવવામાં 50 કાર્યકર્તાઓ લાગેલા છે અને સાથે જ ભાવિકો પણ અહીં આવતા જતા મદદમાં જોડાય છે.અયોધ્યામાં સાત જાન્યુઆરી ત્યાં લાડુ બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. જે 15 ફેબ્રુઆરી સુધી ચાલવાનું છે અને જેના માટે નવા વાસણો પણ મગાવવામાં આવ્યા છે અને
પાંચ ચાંદીના થાળ પણ મગાવવામાં આવ્યા છે જેમાં લાડુ રાખીને ગર્ભગૃહમાં ભગવાન શ્રીરામને ભોગ લગાવવામાં આવનાર છે.ભગવાનની જ્યારે પ્રસાદ વિધિ યોજાશે ત્યારે પ્રધાનમંત્રી મોદી, સર સંઘ ચાલક મોહન ભાગવત, યુપી ના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ
અને મુખ્ય પૂજારી સામેલ થશે. અયોધ્યામાં 15 ફેબ્રુઆરી સુધી આ પ્રસાદ ભાવિકોને આપવામાં આવનાર છે જેને બેસન બૂરું દેશી ચોખા ઘી માંથી બનાવવામાં આવ્યા છે. જેમાં પાણીનો લેશ માત્ર પણ ઉપયોગ કરવામાં આવ્યો નથી આ પ્રસાદ ને આઠ મહિના સુધી ખરાબ થશે નહીં.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment