125 વર્ષીય યોગગુરૂ શિવાનંદે ખાસ અલગ અંદાજમાં લીધો ‘પદ્મશ્રી’, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ થયા નતમસ્તક

પદ્મશ્રી એવોર્ડ લેવાનો આ અંદાજ ખરેખર અનોખો અને બધા કરતા અલગ ઉતરી આવે છે. વિડીયો જોઈને તમે પણ આ સ્વામીની વાહવાહી કરશો. 125 વર્ષીય યોગગુરૂ સ્વામી શિવાનંદે એક અલગ જ અંદાજમાં પદ્મશ્રીનો એવોર્ડ લીધો હતો. જેને જોઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ નતમસ્તક થયા હતા. આ વિડીયો હાલ સોશિઅલ મીડિયામાં ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ ઉપરાંત લોકો તેને લાઈક પણ કરી રહ્યા છે.

યોગગુરુ સ્વામી શિવાનંદનો જન્મ 3 ઓગસ્ટ, 1996ના રોજ થયો હતો. યોગ ગુરુ તરીકે ઓળખાતા શિવાનંદ સ્વામી ની જીવન જીવવાની રીત પણ કંઈક અલગ જોવા મળતી હોય છે. તેઓ લોકોની જેમ ચમક દમક ના જીવન જીવવા કરતા સાદગી પૂર્વક રહેવાનું વધારે પસંદ કરે છે. આ ઉપરાંત દુનિયાથી દૂર રહેવાનું પણ પસંદ કરે છે. વાત કરીએ તમને રોજિંદા જીવનની તો તેઓ સવારે 3 વાગ્યે ઉઠીને નિયમિત યોગા કરે છે.

સ્વામી શિવાનંદને જયારે એવોર્ડ આપવામાં આવ્યો ત્યારે તેને સ્વીકારતા પહેલા તેઓએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નમન કર્યું હતું. સૌથી મોટી ઉંમરમાં પદ્મશ્રી પ્રાપ્ત કરનારા આ પહેલા વૃદ્ધ છે. તેઓને જ્યારે પદ્મશ્રીથી નવાજવામાં આવેલા ત્યારે તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સામે ઘૂંટણિયે પડીને તેમનું અભિવાદન કરે છે.

ત્યારે યોગગુરૂ ની આ પ્રકારની ક્રિયા જોઈને નરેન્દ્ર મોદી પણ ઉભા થઈ જાય છે. અને મોદી પણ તેમને નમન કરે છે.સ્વામી શિવાનંદ ને સામાજિક કાર્યકર નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત શકુંતલા ચૌધરીને મરણોત્તર પદ્મભૂષણ પુરસ્કાર થી નવાજવામાં આવ્યા હતા. થોડા દિવસ અગાઉ જ 102 વર્ષની ઉંમરે તેઓ દેવલોક પામ્યા હતા.

શિવાનંદ સ્વામી કદાચ એવા પહેલા વૃદ્ધ છે કે જેઓને પદ્મશ્રી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. સૌથી મોટી ઉંમરના વૃદ્ધ તરીકે તેઓને આ એવોર્ડ પ્રાપ્ત થતાં ખુશીનો માહોલ સર્જાયો હતો. આ ઉપરાંત તેમનું વર્ણન યોગ સેવક તરીકે પણ કરવામાં આવે છે. આ ઉંમરે આવી ખ્યાતિ બનાવવી એ ખરેખર ગૌરવ ની વાત કહેવાય.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*