સમગ્ર દેશભરમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક ઝડપી કારે બે બાઇક સવારોને અડફેટેમાં લીધા હતા. જેના કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટના આટલી ગંભીર હતી કે ટક્કર થતાં જ બંને બાઈક સવાર 10 ફૂટ હવામાં ઉછળીને દૂર જઈને પડ્યા હતા.
આ અકસ્માતની ઘટનામાં બંનેના મોત થયા છે. અકસ્માતની ઘટના બન્યા બાદ કારચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ ગંભીર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા કેમેરામાં કેદ થઈ ગઈ હતી. મળતી માહિતી અનુસાર આ ઘટના શનિવારના રોજ રાત્રે 10:00 વાગ્યાની આસપાસ હરિયાણાના કુંડી ચોક ખાતે બની હતી.
સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો 36 વર્ષીય ઇન્દ્રસિંહ અને 37 વર્ષીય બાલરામ બાઈક પર સવાર હતા. બંને ટાઇલ્સ નાખવાનું કામ જોવા માટે બહાર જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં બંને સાથે અકસ્માતની ઘટના બની હતી. આ ઘટનામાં બંને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને બંનેના સારવાર દરમિયાન મોત થયા હતા.
સમગ્ર અકસ્માતની ઘટના હાઇવે પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. મૃત્યુ માહિતી અનુસાર બંને જ્યારે બાઈક પર સવાર હતા ત્યારે સામેથી ખૂબ જ ઝડપથી આવતીકાલે તેમની બાઇકને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બંને ફંગોળાઈને દૂર જઈને પડ્યા હતા.
સીસીટીવી ફૂટેજમાં તમે જોઈ શકો છો કે બાઈક સવાર યુવકો રોંગ સાઈડમાં આવતા જોવા મળી રહ્યા છે. ત્યારે સામેથી આવતી કારને જોઈને તેઓ પોતાની બાઈક સાઈડમાં લેવાનો પ્રયાસ કરે છે. આ દરમિયાન 120 ની ઝડપે આવતીકાલે તેમની બાઇકને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે આ અકસ્માતની ઘટનામાં બંને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા.
120ની સ્પીડે આવતીકાલે બાઇક સવાર બે યુવકોને જોરદાર ટક્કર લગાવી, બંનેના દર્દનાક મોત…કઠણ કાળજા વાળા જ અકસ્માતનો વિડીયો જોજો… pic.twitter.com/zTJo2MkDM3
— GUJJU ROCKZ (@gujju_rockz) November 20, 2022
ઇજાગ્રસ્ત થયેલા બંને યુવકોને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન બંનેનું મોત થયું હતું. અકસ્માતની ઘટના બન્યા બાદ કારચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને હાલમાં પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment