મિત્રો સાથે નદીમાં ન્હાવા ગયેલો 12 વર્ષનો બાળક નદીમાં ડૂબી ગયો, બાળકનું તડપી તડપીને મોત… લગભગ 1.5 km દૂર…

સમગ્ર દેશભરમાં દરરોજ ઘણી અવારનવાર ઘટનાઓ બનતી હોય છે. ત્યારે બુધવારના રોજ બનેલી એક દુઃખદ ઘટના વિશે આજે આપણે વાત કરવાના છીએ. આ ઘટનામાં મિત્રો સાથે ન્હાવા ગયેલા એક 12 વર્ષના છોકરાનું મોત થઈ ગયું છે. બાળકના મોતના સમાચાર મળતા જ તેના પરિવારના સભ્યો દોડતા થઈ ગયા હતા.

મળતી માહિતી અનુસાર ગુરુવારના રોજ સવારે ઘટના સ્થળેથી લગભગ 1.5 km દૂર બાળકનું મૃતદેહ નદીમાંથી બહાર કાઢવામાં આવ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો આ ઘટના રાજસ્થાનના ઉદયપુરના પ્રતાપનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સામે આવી રહી છે. જાણવા મળી રહ્યું છે કે 12 વર્ષનો દીપક શર્મા નામનો બાળક બુધવારના રોજ બપોરના ત્રણ વાગ્યાની આસપાસ સ્કૂલેથી આવ્યા બાદ પોતાના મિત્રો સાથે ફરવા માટે ગયો હતો.

આ દરમિયાન દીપક શર્મા નદીમાં ડૂબી ગયો હતો. મોડી સાંજે દીપકના મિત્રોએ આ ઘટનાની જાણ તેના પરિવારજનોને કરી હતી. ઘટનાની માહિતી મળતા જ પરિવારના સભ્યો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા અને પોતાના દીકરાની શોધખોળ શરૂ કરી દીધી હતી. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી.

ત્યાર પછી પોલીસે તરવૈયાઓની મદદથી નદીમાં બાળકની શોધ કોળ શરૂ કરી દીધી હતી. પરંતુ મોડી રાત થઈ ગઈ એટલે બાળકનો કોઈ પણ પ્રકારનો પતો લાગ્યો નહીં. ત્યારબાદ ગુરૂવારના રોજ સવારે 6:30 વાગ્યાની આસપાસ આઠ જેટલા તરવૈયાઓની ટીમ બાળકને શોધવા નદીમાં ગઈ હતી.

આ દરમિયાન ઘટના સ્થળેથી લગભગ 1.5 km દૂર બાળકનું મૃતદેહ મળી આવ્યું હતું. દીકરાના મોત ના સમાચાર મળતા જ પરિવારના સભ્યોએ હૈયાફાટ રૂદન કર્યું હતું હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. જાણવા મળી રહ્યું છે કે બાળક મિત્રો સાથે નદીમાં નાહવા ગયો હતો. આ દરમિયાન તે નદીમાં ડૂબી ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*