Surat, 12 year daughter suicide: સુરતમાં બનેલી વધુ એક સુસાઇડની(Surat Suicide) ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં માત્ર 12 વર્ષની દીકરીએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવવી(12 year daughter suicide) લીધું છે. દીકરીનું મોત થતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો છે. આ ઘટના સામે આવતા જ સૌ કોઈ લોકો ચોકી ઉઠ્યા છે. દરેક લોકોના મનમાં એક જ સવાલ ઉભો થઈ રહ્યો છે કે આ ઉંમરમાં દીકરી ઉપર એવી તો શું આફત આવી પડી હશે.?
આ ઘટના સુરતના પાંડેસરા(Pandesara) વિસ્તારમાં ઇન્દિરા નગરમાં બની હતી. અહીં રહેતા શ્રમજીવી પરિવારની 12 વર્ષની દીકરીએ ગળાફાંસો ખાઈને સુસાઇડ કરી લીધું છે. દીકરી એ કયા કારણોસર સુસાઇડ જેવું પગલું ભર્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.
વિગતવાર વાત કરીએ તો પાંડેસરામાં તેરે નામ રોડ પર ઇન્દિરા નગરમાં રામસેવક પાસવાન નામનો વ્યક્તિ પોતાના પરિવાર સાથે રહે છે. રામસેવક ટેમ્પા ડ્રાઇવર તરીકે નોકરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમની પત્ની પણ નોકરી કરીને પતિને આર્થિક રીતે મદદરૂપ બને છે.
રામસેવકના પરિવારમાં તેની પત્ની ઉપરાંત 12 વર્ષની દીકરી અને બે દીકરાઓ છે. રામસેવકની બાર વરસની દીકરી રેશમાએ ધોરણ ચાર સુધીનો અભ્યાસ કર્યા બાદ અભ્યાસ છોડી દીધો હતો. રેશમાએ ઘરે કોઈ ન હતું ત્યારે ઘરમાં ઉપરની એંગલ સાથે સાડી બાંધી ગળાફાંસો ખાઈને સુસાઇડ કરી લીધું હતું.
આ ઘટનાની માહિતી મળ્યા બાદ પાંડેસરા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પાંડેસરા પોલીસે અકસ્માતે મોતનો બનાવ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. દીકરીના સુસાઇડનું કારણ હજુ પણ સામે આવ્યું નથી. રામ સેવકે જણાવ્યું કે હું ટેમ્પાની ડ્યુટી પર હતો ત્યારે ફોન આવ્યો અને હું તાત્કાલિક ઘરે પહોંચ્યો હતો.
ઘરની બહાર લોકો એકઠા થઈ ગયા હતા. ત્યારે મેં મારી દીકરીને લટકતી હાલતમાં જોઈ હતી. દીકરીને ગળાફાંસો ખાધેલી હાલતમાં જોઈને રામ સેવક આઘાતમાં સરી પડ્યો હતો. પરિવારની એકની એક લાડલી દીકરીનું મોત થતાં પરિવાર ઉપર દુઃખનો પહાડો તૂટી પડ્યો છે.
દીકરીએ આ પગલું કયા કારણોસર ભર્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. કહેવામાં આવી રહ્યું છે કે દીકરી અભ્યાસ પણ કરતી હતી પરંતુ શરીરમાં કમજોરી હોવાના કારણે તે અભ્યાસ કરવા જતી નહીં. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે દીકરીના સુસાઇડ કરવા પાછળનું કારણ જાણવાની કામગીરી શરૂ કરી દીધી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment