12 દિવસ પહેલા પરિવારના લાડકા દીકરાની સગાઈ થઈ હતી, હવે દીકરો ઘોડીએ ચડે તે પહેલા તેની સાથે કંઈક એવું બન્યું કે… સાંભળીને તમારી આંખો પણ આંસુઓથી ભરાઈ જશે…

હાલમાં બનેલી એક દુઃખદ ઘટના વિશે આજે આપણે વાત કરવાના છીએ. આ ઘટનામાં સગાઈના બાર દિવસ બાદ પરિવારના દીકરા સાથે કંઈક એવું બન્યું કે કોઈ સપનામાં પણ નહીં વિચાર્યું હોય. વિગતવાર વાત કરીએ તો 30 વર્ષનો અભિષેક ગુપ્તા નામનો યુવક ફેશનના કારોબારી સાથે જોડાયેલો હતો. તેની સગાઈ રતલામમાં રહેતી ફેશન ડિઝાઈનર યુવતી સાથે 22 જાન્યુઆરીના રોજ થઈ હતી.

મે મહિનાની બે તારીખે બંનેના ધામધૂમથી લગ્ન થવાના હતા. પરંતુ તે પહેલા 4 ફેબ્રુઆરીના રોજ અભિષેકનું મૃત્યુ થઈ ગયું હતું. દીકરા અભિષેકનું મૃત્યુ થતાં જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. વિગતવાર વાત કરીએ તો અભિષેકની સગાઈ થઈ ગયા બાદ પરિવારના સભ્યો અને અભિષેક લગ્નની તૈયારીમાં વ્યસ્ત થઈ ગયા હતા. 4 ફેબ્રુઆરીના દિવસે અભિષેક સવારે 11 વાગ્યાની આસપાસ ગીતા ભવનમાં આવેલી ફેશન એન્ડ રેડીમેટ શોપ ઉપર ગયો હતો.

ત્યાં તે પોતાના મોટાભાઈ રાજેશ સાથે બેસીને લગ્નમાં આવનાર ફ્રેન્ડ્સનું લિસ્ટ બનાવ્યું હતું. તેણે કહ્યું હતું કે લગ્ન માટે એક દિવસ પહેલા ડિઝાઇનર કરાવશું. બોમ્બે અને ગોવા થી કલાકારો બોલાવશું અને મારા 400 જેટલા મિત્રો તે દિવસે ફુલ એન્જોય કરશે. પછી લગ્નની અમુક તૈયારીઓ કરીને દરરોજની જેમ સાંજના સમયે અભિષેક ચા પીવા માટે ઘરે જતો રહ્યો હતો. લગ્નનું કામ હોવાના કારણે તે દિવસે અભિષેકને ઘરે જવામાં થોડુંક મોડું થઈ ગયું હતું.

તે લગભગ છ વાગ્યાની આસપાસ ઘરે પહોંચ્યો હતો. ઘરે ગયા બાદ સૌપ્રથમ તે પોતાની મોટી મમ્મીને મળ્યો હતો ત્યારબાદ દાદરા ચઢીને ઉપર ગયો હતો. ઉપર જઈને અભિષેકે પોતાની મમ્મીને બોલાવી હતી. અભિષેકના મમ્મી દરરોજ સૌપ્રથમ અભિષેકને પાણી પીવડાવે ને ત્યારબાદ ચા બનાવવા જતા રહેતા હતા. બસ આ દિવસે પણ કંઈક એવું જ થયું હતું. પરંતુ બે-ત્રણ મિનિટમાં અભિ શકે તેની માતાને ફરીથી અવાજ કર્યો હતો. ત્યારે માતાને એવું લાગ્યું કે અભિષેકને ચા જલ્દી જોઈતી હશે.

પરંતુ એવું કાંઈ હતું નહીં. થોડીક વાર પછી અભિષેકે ફરી એક વખત પોતાની મમ્મીને અવાજ કર્યો અને કહ્યું કે મને ગભરામણ થાય છે મને હોસ્પિટલ લઈ જાવ. ત્યારબાદ મમ્મીએ અભિષેકના ફોનમાંથી મોટા દીકરાને ફોન કરીને ઘરે બોલાવ્યો હતો. ત્યાર પછી અભિષેક જાતે જ દાદરા ઉતરીને નીચે આવ્યો હતો. ભાઈ ઘરે પહોંચ્યા બાદ કારમાં અભિષેકને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. 6:30 વાગ્યાની આસપાસ અભિષેકને હોસ્પિટલ પહોંચાડ્યો પરંતુ ત્યાં તેને વધારે ગભરામણ થવા લાગી હતી.

પછી હોસ્પિટલમાં તરત જ તેને આઇસીઓમાં લઈ જઈને ઓક્સિજન માર્ક્સ પહેરાવવામાં આવ્યું હતું છતાં પણ તેને ગભરામણ ઓછી થતી ન હતી. ડોક્ટરે અભિષેકની ગભરામણ ઓછી કરવાના ઘણા પ્રયાસો કર્યા પરંતુ તેની ગભરામણ ઓછી થતી જ ન હતી. ત્યારબાદ અભિષેકને વેન્ટિલેટર ઉપર લઈ જવામાં આવ્યો હતો, પરંતુ થોડીક વાર પછી ડોક્ટરે આવીને કહ્યું હતું કે અભિષેક નો મોર… અભિષેક આ દુનિયામાં રહ્યો નથી..

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*