હવે તો અંધશ્રદ્ધાએ ભારે કરી છે..! માત્ર 2 મહિનાની દીકરી સાથે ખોટીના ભુવાએ કંઈક એવું કર્યું કે…જો હિમ્મત હોય તો જ આગળ વાંચજો…

Published on: 3:52 pm, Sun, 12 February 23

ગુજરાતના પોરબંદરમાં બનેલી એક રુવાડા ઉભા કરી દેનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં પોરબંદરના બખરલા ગામ નજીક વાડી વિસ્તારમાં રહેતી બે મહિનાની દીકરી સાથે એક ભુવાએ કંઈક એવું કર્યું કે સાંભળીને તમારું પણ કાળજુ કંપી ઉઠશે. ભુવાના કારણે માસુમ બાળકીનો શ્વાસ વધી ગયો હતો અને તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.

સાસુના કહેવાથી માતા પોતાની બીમાર દીકરીને ભુવા પાસે લઈ ગઈ હતી. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે બે મહિનાની દીકરીને શરદી કફ અને શ્વાસ ભરાણી થઈ ગઈ હતી. જેના કારણે 8 ફેબ્રુઆરીના રોજ માતા સાસુના કહેવાથી પોતાની દીકરીને ડુંગરા વિસ્તારમાં એક ભુવા પાસે લઈ જાય છે.

ત્યાં ખોટીના ભુવાએ દીકરીને જોઈને એક લોખંડનો સળીયો બહાર કાઢ્યો હતો. ત્યારબાદ તે લોખંડનો સળીયો ગરમ કરીને માસુમ દીકરીના છાતી ઉપર ડામ દીધા હતા. જેના કારણે બાળકીની તબિયત વધારે પડતી બગડી ગઈ હતી. શ્વાસ વધી જતા 9 ફેબ્રુઆરીના રોજ બાળકીને સારવાર માટે ગામના ડોક્ટર પાસે લઈ જવામાં આવી હતી.

બાળકીની હાલત ખૂબ જ ગંભીર હોવાના કારણે ત્યાંથી તેને 108 ની મદદથી પોરબંદરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. અહીં બાળકીને ઓક્સિજન પર દાખલ કરવામાં આવી છે. દીકરીની હાલત આટલી ગંભીર હતી કે તેનું ઓક્સિજન લેવલ 60 ટકા થઈ ગયું હતું.

દીકરીની તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે તેની છાતી ઉપર દાઝેલા નિશાન છે. આ અંગે ડોક્ટરે જ્યારે પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું કે, દીકરી બે ત્રણ દિવસથી તકલીફમાં હતી. તેથી તેને ડામ આપવામાં આવ્યો હતો. દીકરીને યોગ્ય સારવાર મળી ગઈ આ કારણોસર તેનો જીવ બચી ગયો.

બધી માહિતી અનુસાર બાળકીના વાલી એ જણાવ્યું હતું કે, બાળકીની તબિયત બગડતા સાસુએ કહ્યું હતું કે ભુવા પાસે ડામ દેવા લઈ જાવ એટલે સારું થઈ જશે. પતિ લગ્નમાં હતા તેથી તેઓ બાળકીને લઈને ભુવા પાસે ગયા હતા. ત્યાં ભુવાએ ગરમ ગરમ સળિયાથી બાળકીને ડામ દીધા હતા. ત્યાર પછી બાળકીની તબિયત સારી થવાની જગ્યાએ તબિયત વધુ બગડી ગઈ હતી. દીકરીના પિતાને આ વાતની જાણ થતા તેઓ અમને ખૂબ જ ખીજાઈ ગયા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "હવે તો અંધશ્રદ્ધાએ ભારે કરી છે..! માત્ર 2 મહિનાની દીકરી સાથે ખોટીના ભુવાએ કંઈક એવું કર્યું કે…જો હિમ્મત હોય તો જ આગળ વાંચજો…"

Leave a comment

Your email address will not be published.


*