હાલમાં બનેલી એક દુઃખદ એક ઘટના સામે આવી છે. આ ઘટનામાં સાપ કરડવાના કારણે એક 11 વર્ષની બાળકીનું મૃત્યુ નીપજ્યું છે. દીકરીનું મૃત્યુ થતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. આ ઘટના ભીલવાડામાં બની હતી. અહીં 11 વર્ષની બાળકી રાત્રિના સમયે તેની દાદીની સાથે સૂતી હતી.
સવારે બાળકી ઉઠી ત્યારે બાળકીની તબિયત ખૂબ જ બગડી ગઈ હતી. આ વાતની જાણ પરિવારજનોને થતા પરિવારના લોકો બાળકીને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. પરંતુ ત્યાં બાળકી એ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ ઘટના બનતા જ પરિવારના લોકો રડી પડ્યા હતા.
આ દર્દનાથ ઘટના મંગળવારના રોજ બની હતી. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, માંગલી લાલ સુથાર નામના વ્યક્તિની 11 વર્ષની દીકરી અનિતા મંગળવારના રોજ રાત્રે દાદી નાનીબાઈ સાથે આંગણામાં સુતી હતી. આ દરમિયાન અનિતાને સાપ કરડ્યો હતો. પરંતુ તેના પર પરિવારના કોઈ પણ સભ્યનું ધ્યાન ગયું નહીં.
ત્યારે સવારે અનિતાની તબિયત અચાનક બગડી ગઈ હતી. તેથી પરિવારના લોકો તેની સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યારે હોસ્પિટલમાં હાજર તબીબે અનિતાને મૃત જાહેર કરી હતી. અનિતાના મૃત્યુના સમાચાર સાંભળીને સંબંધીઓ હોસ્પિટલ પહોંચી આવ્યા હતા.
ચોમાસાની સીઝન શરૂ થતા જ સાપ કરડવાની ઘટનાઓ ખૂબ જ વધી જાય છે. આ પહેલા પણ આવી ઘણી ઘટનાઓ બની ગઈ છે. ચોમાસાની ઋતુમાં જમીન પર સૂવાનું ટાળવું જોઈએ. કારણકે ચોમાસામાં ઘણા જીવજંતુઓ બહાર નીકળતા હોય છે. આ ઘટના દરેક માતા-પિતા માટે એક ચેતવણીરૂપ કિસ્સો છે
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment