કોંગ્રેસ માલધારી વિંગ ઉપપ્રમુખ સાથે અન્ય આગેવાનો પણ અરવિંદ કેજરીવાલ જી ના હાથે ‘આપ’માં જોડાયા.

Published on: 9:50 am, Fri, 12 August 22

ગુજરાત રાજ્યમાં જેમ જેમ વિધાનસભાની ચૂંટણી નજીક આવતી જાય છે. તેમ તેમ તમામ રાજકીય પાર્ટીઓ સક્રિય થતી જોવા મળી રહે છે. તમામ રાજકીય પાર્ટીઓ પોતાનો પક્ષ મજબૂત કરવાની કામગીરીમાં લાગી ગઈ છે. ત્યારે આમ આદમી પાર્ટીના ધન સેવાના કાર્યથી પ્રભાવિત થઈને સમાજના સેવા કરનાર દરેક વ્યક્તિઓ હવે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી દિવસેને દિવસે ઝડપથી પ્રગતિ કરી રહી છે.

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલજી આ દેશની એકમાત્ર આશા છે અને ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટીની સરકાર બને તેવી લોકોની આશા છે. આ વાત હવે ગુજરાતની જનતાને પણ સમજાઈ રહી છે એટલે આમ આદમી પાર્ટીને ગુજરાતની જનતા તરફથી અથાગ પ્રેમ અને સમર્થન મળી રહ્યું છે.

ગુજરાત કોંગ્રેસના ઈમાનદાર લોકો હવે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે, તે જ કડીમાં આગળ વધતા વાસણા કોંગ્રેસ માલધારી વિંગ ઉપપ્રમુખ ચીનુભાઈ દેસાઈ, નારાયણપુર કોંગ્રેસ કોર્પોરેટર ઉમેદવાર સિદ્ધાર્થ સોની, વાસણા કોંગ્રેસ કોર્પોરેટર ઉમેદવાર ભાવિન શાહ, કોંગ્રેસ કોર્પોરેટર ઉમેદવાર ભુટાભાઈ ભરવાડ, વાસણા કોંગ્રેસ કોર્પોરેટર ઉમેદવાર પરાગ પટેલ, વાસણા કોંગ્રેસ આગેવાન અંકુર સાગર આ તમામ લોકો તેમના સમર્થકો સાથે આમ આદમી પાર્ટી માં જોડાયા છે.

તમામ લોકોને તેમના સમર્થકો સાથે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના માનનીય મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જી ના હસ્તે આમ આદમી પાર્ટીની ટોપી અને ખેસ પહેરીને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. અરવિંદ કેજરીવાલજીની ગેરંટીઓ થી પ્રભાવિત થઈને, અને દિલ્હી તથા પંજાબમાં કરેલા કામ રુપે તે ગેરંટીઓના પુરાવા જોઈને બીજી પાર્ટીના લોકો પણ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. હવે ગુજરાત સકારાત્મક પરિવર્તનથી દૂર નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો