ભર ઉનાળે પણ હાલમાં દેશભરમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે અને લગ્નની સિઝન ચાલતી હોય ત્યારે કંકોત્રી થી માંડીને રીતે રિવાજોને લઈને ચર્ચાનો વિષય બનતો હોય છે અને આપણે બધા જાણીએ છીએ કે આપણે ત્યાં મામેરાનો એક પ્રસંગ છે
જ્યાં ભાણી અથવા ભાણિયાના લગ્નમાં મામા બહેનને ત્યાં પોતાની યથાશક્તિ પ્રમાણે મામેરુ લઈને આવતા હોય છે.રાજસ્થાનના નાગોર જિલ્લાના ધિંગસારા ગામમાં મહેરીયા પરિવારે લગભગ 8 કરોડ રૂપિયાની રકમનું મામેરુ ભર્યું છે
कन्हा तक न्यायोचित है ?#nagaur #Rajasthan #marriage #SSMB28 #TejRan #JENNIE #SSMB28FestiveFrenzy #GmmtvOuting2023 #PlantBenavidez pic.twitter.com/dw0sAWvUlU
— Anjali Jain (@AnjaliJain1999) March 26, 2023
અને આ મામેરામાં મોટી સંખ્યામાં લોકો સાથે મામા અર્જુન રામ મહેરિયા અને ભગીરથ મહેરીયા વાહનો સાથે મામેરુ ભરવા પહોંચ્યા હતા અને લગભગ બે કિલોમીટર સુધીનો વાહનોનો કાફલો પણ હતો.આ મામેરામાં ભાઈઓ સેંકડો ગાડી ટ્રેક્ટર, ઊંટ ગાડી, બળદ ગાડા સાથે મામેરુ ભરવા પહોંચ્યા હતા.
આ મામેરામાં બે કરોડ 21 લાખ રૂપિયા રોકડા આપવામાં આવ્યા હતા. આ સિવાય એક કિલો ને 105 ગ્રામ સોનું સાથે ૧૪ કિલો ચાંદી પણ આપવામાં આવી હતી જેની કિંમત લગભગ 8 કરોડ ઉપર થાય.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment