10 વર્ષ પહેલા ન તો આ બિલ્ડીંગનો કબજો લેવામાં આવ્યો, ન ડોકટરની નિમણૂંક કરવામાં આવી, તો પછી લોકોની સારવાર કરવી તો દૂરની વાત છેઃ મનીષ સિસોદિયા

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાએ સિદ્ધપુરના દેથલથી ગામમાં દસ વર્ષથી તૈયારી, પરંતુ શરૂ નહીં થયેલ આયુર્વેદિક હોસ્પિટલ ની મુલાકાત લીધી હતી. એવામાં દાવો કરવામાં આવી રહ્યો છે કે દેથલી ગામની ગોચર જમીન પર આયુર્વેદિક હોસ્પિટલ બનાવવામાં આવી છે. પરંતુ આ હોસ્પિટલ હજુ સુધી શરૂ કરવામાં આવી નથી. તે દરમિયાન મની સિસોદિયાએ જોયું કે આ આયુર્વેદિક હોસ્પિટલ 10 વર્ષ પહેલાથી તૈયાર છે.

પરંતુ હજુ પણ શરૂ કરવામાં આવી નથી. આ હોસ્પિટલને લઈને પોતાનો અભિપ્રાય આપતા મનીષ સિસોદિયાએ કહ્યું કે, મને કહેવામાં આવ્યું હતું કે અહીં એક હોસ્પિટલની બિલ્ડીંગ છે. આ બિલ્ડીંગ ભાજપ સરકાર દ્વારા બનાવવામાં આવી છે. પરંતુ આ બિલ્ડીંગના બન્યાના 10 વર્ષ થઈ ગયા છતાં પણ અહીં કોઈ કામ થતું નથી. મનીષ સિસોદિયા એ કહ્યું કે, અહીં ન તો આ બિલ્ડીંગનો કબજો લેવામાં આવ્યો કે ન તો તબીબોની નિમણૂક કરવામાં આવી તેથી લોકોની સારવાર કરવી તો દૂરની વાત છે.

વધુમાં આ બિલ્ડિંગ વિશે મનીષ સિસોદિયા એ વાત કરતા જણાવ્યું કે, 10 વર્ષ પહેલા આ બિલ્ડીંગ 60 થી 70 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી હતી અને ત્યારબાદ તેને આ રીતે છોડી દેવામાં આવી તે ખૂબ જ શરમજનક બાબત છે. એવું લાગી રહ્યું છે કે સરકારને હોસ્પિટલ બનાવવામાં નહીં પણ બિલ્ડીંગ બનાવવામાં વધુ રસ હતો. મનીષ સિસોદિયાએ કહ્યું કે સરકારને કદાચ એમાં વધુ રસ હતો કે બિલ્ડીંગ બનવી જોઈએ, કોન્ટ્રાક્ટર પાસેથી પૈસા લેવા જોઈએ. નહિતર આટલી ભવ્ય બિલ્ડિંગમાં અદભુત હોસ્પિટલ ચાલતી હોત.

ઉત્તર ગુજરાતના લોકો હોસ્પિટલ માટે રડી રહ્યા છે. કારણકે અહીં કોઈ સારી હોસ્પિટલ અને મેડિકલ સુવિધા નથી અને ત્યાં જ અહીંયા કરોડો રૂપિયા ખર્ચવામાં આવ્યા છે. પરંતુ આ બિલ્ડિંગ ની અંદર હોસ્પિટલ શરૂ કરવામાં આવી નથી. આ દર્શાવે છે કે ગુજરાત સરકારને હોસ્પિટલો અને શાળા બનાવવામાં કોઈ રસ નથી. મનીષ સિસોદિયાએ કહ્યું કે આ લોકો હોસ્પિટલમાં મફત સારવાર અને હોસ્પિટલમાં મફત દવાઓ આપવાને ફી-બી કહે છે. અહીં તેઓ બિલ્ડીંગ બનાવીને છોડી દે પણ મફતમાં સારવાર નહીં કરે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*