ઘરની બહાર રમતો 5 વર્ષનો માસુમ બાળક અચાનક ગાયબ થઈ ગયો, પછી બન્યું કંઈક એવું કે…બાળકના માં-બાપ રડી રડીને અડધા થઈ ગયા..!

Published on: 4:07 pm, Sun, 25 September 22

હાલમાં બનેલી એક દુઃખદાયક ઘટના સામે આવી છે. આ ઘટનામાં ઘરની બહાર રમી રહેલા એક માસુમ બાળકનું ઘરની પાસેથી પસાર થતાં કેનાલમાં ડૂબી જવાના કારણે કરુણ મૃત્યુ નીપજ્યું છે. આ ઘટના બનતા જ ચારે બાજુ માતમ છવાઈ ગયું હતું. આ ઘટના નાલંદામાં બની હતી. મૃત્યુ પામેલા બાળકનું નામ મયંક કુમાર હતું અને તેની ઉંમર માત્ર 5 વર્ષની હતી.

સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલા બાળકના પરિવારના લોકોએ જણાવ્યું કે, મયંક ઘરની બહાર એકલો રમી રહ્યો હતો. ઘરની નજીકથી એક કેનાલ પસાર થાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, મયંક રમતો રમતો કેનાલમાં પડી ગયો હતો. જેના કારણે માસુમ મયંકનું પાણીમાં ડૂબી જવાના કારણે મૃત્યુ થયું છે.

માહિતી માહિતી અનુસાર પરિવારના લોકોને શોધખોળ દરમિયાન કેનાલની અંદરથી મયંકનું મૃતદેહ મળી આવ્યું હતું. માત્ર 5 વર્ષના દીકરાનું મૃત્યુ થતાં ચારેય બાજુ માતમ છવાઈ ગયો હતો. મૃત્યુ પામેલો મયંક બે બહેનોનો એકનો એક ભાઈ હતો. મયંકનું મૃત્યુ થતા જ બે બહેનોએ એકનો એક ભાઈ ગુમાવ્યો છે.

પરિવારના એકના એક દીકરાના મૃત્યુના સમાચાર મળતા જ પરિવારમાં અને ગામના લોકોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. આ ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે માસુમ બાળકના મૃતદેહને કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યું હતું.

સમગ્ર ઘટનાને લઈને પોલીસે જણાવ્યું કે, બાળકનું મૃત્યુ પાણીમાં ડૂબી જવાના કારણે થયું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ બાળકના મૃતદેહને તેના પરિવારજનોને સોંપી દેવામાં આવશે. હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે કેસ નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ઘરની બહાર રમતો 5 વર્ષનો માસુમ બાળક અચાનક ગાયબ થઈ ગયો, પછી બન્યું કંઈક એવું કે…બાળકના માં-બાપ રડી રડીને અડધા થઈ ગયા..!"

Leave a comment

Your email address will not be published.


*