સુરતમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી છે. રવિવારના રોજ મોડી સાંજે કરંટ લાગતા 10 વર્ષના બાળકનું કરૂણ મૃત્યુ થયું છે. આ ઘટના સુરતના વેસુ વિસ્તારમાં બની હતી. વેસુ વિસ્તારના મજૂર પરિવારનો બાળક પાણીની પાઈપલાઈન માટે ખોદવામાં આવેલા ખાડામાં ઈલેક્ટ્રીક વાયર અડી ગયો હતો. આ કારણોસર બાળકને જબરદસ્ત કરંટ લાગ્યો હતો અને તેનું કરૂણ મૃત્યુ થયું હતું.
આ ઘટના બન્યા બાદ ભારે અફરાતફરી મચી ગઇ હતી. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. આ ઘટના બન્યા બાદ સ્થાનિક લોકો ભારે રોષે ભરાયા હતા. એટલું જ નહીં પરંતુ બાળકના પરિવારજનો અને સ્થાનિક લોકોએ મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો.
ભારે હોબાળા થયા બાદ અંતમાં પરિવારજનોએ બાળકના મૃતદેહને સ્વીકારી લીધું અને તેના અંતિમ સંસ્કાર કર્યા હતા. મળતી માહિતી અનુસાર આ ઘટના સુરતના વેસુ વિસ્તારમાં સુડા આવાસની છે. આવાસ માં રહેતો 10 વર્ષીય જય શશીકાંત નામનો બાળક રવિવારના રોજ સાંજે પોતાના ઘરની પાસે રમી રહ્યો હતો. નજીકમાં મહાનગરપાલિકા દ્વારા પાણીની પાઈપલાઈન નાખવા ખોદકામ કરવામાં આવ્યું હતું.
જેમાં ઈલેક્ટ્રીક લાઈટના વાયર ખુલ્લા પડ્યા હતા. ત્યારે બાળક રમતો રમતો ઈલેક્ટ્રીક વાયરને અડી જાય છે. આ કારણોસર બાળકને કરંટ લાગે છે. ત્યાર બાદ પરિવારજનો બાળકને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં બાળકને ડોક્ટર દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા સુરતની ઉમરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી.
10 વર્ષના બાળકનું મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. મળતી માહિતી અનુસાર દસ વર્ષમાં મૃત્યુ પામેલો બાળક પોતાની વિધવા માતાનો એકનો એક દીકરો હતો. પાણીની લાઇન નાખવા માટે ખોદકામ કરવામાં હતું. આ ખાડો લગભગ 15 દિવસથી ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
બાળકના પરિવારજનોનું કહેવું છે કે મહાનગર પાલિકાની બેદરકારીને કારણે અમારા દીકરા એ પોતાનો જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલો જય પોતાની બહેનનો એકનો એક લાડકવાયો ભાઈ હતો. જયના પિતાનું મૃત્યુ ત્રણ વર્ષ પહેલા થઈ ગયું હતું. જય પ્રાથમિક શાળામાં ધોરણ-3 માં અભ્યાસ કરતો હતો. જય નું મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment