સુરતમાં બનેલી એક ઘટના દરેક માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો બની ગયો છે. સુરતમાં રમતા રમતા ફુગ્ગો ગળી જવાના કારણે દસ મહિનાના માસુમ બાળકનું મૃત્યુ નીપજ્યું છે. આ ઘટના બનતા જ ચારે બાજુમાં તમ છવાઈ ગયું હતું. માતા બાળકને લઈને જ્યારે સિવિલ હોસ્પિટલ આવે ત્યારે સિવિલ હોસ્પિટલના ડોક્ટરે બાળકને મૃત જાહેર કર્યો હતો. બાળકના મૃત્યુના સમાચાર સાંભળીને માતા ચોધાર આંસુએ રડી પડી હતી.
બાળકો નાના હોય ત્યારે તેની નાની નાની વાતની ખૂબ જ સંભાળ લેવી પડે છે. જો નાના બાળકોની સંભાળ પાછળ થોડીક પણ ચૂક થઈ જાય તો બાળકોનો હજી પણ ચાલ્યો જાય છે. એવો જ એક બનાવો સુરતના ચલથાણા વિસ્તારમાંથી સામે આવી રહ્યો છે. અહીં શિવસાઈ બિલ્ડિંગમાં રહેતા 10 મહિનાના માસુમ બાળકનું મૃત્યુ થયું છે.
બાળક રમતો રમતો ફુગ્ગો ગળી ગયો હતો જેના કારણે તેનું મૃત્યુ નીપજ્યું હતું. મૃત્યુ પામેલા દસ મહિનાના માસુમ બાળકનું નામ આદર્શ પાંડે હતું. તે પોતાના અઢી વર્ષના ભાઈ સાથે ઘરમાં રમી રહ્યો હતો. આ દરમિયાન આદર્શ રમતા રમતા ફુગ્ગો પોતાના મોઢામાં નાખી દે છે અને તે ફુગ્ગો આદર્શના ગળામાં ફસાઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતા જ માતા દીકરાને લઈને સારવાર માટે સિવિલ હોસ્પિટલ પહોંચી ગઈ હતી.
જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે આદર્શની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો. બાળકના મૃત્યુના સમાચાર સાંભળીને પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. સિવિલ હોસ્પિટલના બેડ પર બાળકના મૃતદેહ પાસે બાળકની માતા ધ્રુસકેને ધ્રુસકે રડી પડી હતી. બાળકની માતાની હાલત જોઈને ત્યાં આસપાસ ઉભેલા લોકોની આંખો ઉપર ભીની થઈ ગઈ હતી.
સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, 10 મહિનાનો માસુમ બાળક પોતાના ભાઈ સાથે રમી રહ્યો હતો. તેની માતા રસોડામાં કામ કરી રહી હતી. ત્યારે અચાનક જ 10 મહિનાના બાળકોનો જોર જોરથી રડવાનો અવાજ આવ્યો હતો. દીકરાનો રડવાનો અવાજ સાંભળીને માતા તેની પાસે પહોંચી હતી. ત્યારે અઢી વર્ષના પ્રિયાંશુએ જ માતાને જણાવ્યું કે ભાઈ ફુગ્ગો ગળી ગયો છે.
ત્યારબાદ માતા દીકરાના મોઢામાંથી ફુગ્ગો બહાર કાઢવાના ઘણા પ્રયાસો કરે છે. પરંતુ ફુગ્ગો નીકળતો નથી. ત્યારબાદ માતા દીકરાને લઈને અનેક હોસ્પિટલમાં ધક્કા ખાય છે. છેવટે બાળકની તબિયત ખૂબ જ બગડી ગઈ તેથી માતા તેને લઈને સિવિલ હોસ્પિટલ પહોંચી હતી. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે માસુમ બાળકને મૃત જાહેર કર્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment