10 ગાય માતા પર વીજળી પડતા મૂંગા જીવનું રીબાઇ રીબાઈને મોત, મૂંગા જીવ માટે દિલમાં દયા હોય તો જરૂર વાંચજો..!

મિત્રો ગુજરાત રાજ્યના અનેક વિસ્તારોમાં હજુ પણ સારો વરસાદી માહોલ જામ્યો છે. અનેક જગ્યાએ તો ભારે ગાજ વીજ સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. હાલમાં ગુજરાત રાજ્યમાં વધુ એક નવો વરસાદી રાઉન્ડ જામ્યો છે. વરસાદી માહોલ વચ્ચે તમે ઘણી જગ્યાએ વીજળી પડવાની ઘટનાઓ સાંભળી હશે.

ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ખારવા ગામે વીજળી પડવાની એક ઘટના સામે આવી છે. અહીં વીજળી પડવાના કારણે 10 ગાયના મૃત્યુ થયા છે તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. વઢવાણાના ખારવા ગામે વીજળી પડતા 10 ગાયના મૃત્યુ નીપજ્યા છે. અહીં મોડી સાંજે ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો.

આ દરમિયાન જોરદાર વીજળીના કડાકા ભડાકા થઈ રહ્યા હતા. જેમાં વીજળી પડતા જ દસ ગાયના મૃત્યુ થયા છે. મિત્રો હરેશભાઈ પોપટભાઈ નામના પશુપાલકની 10 ગાયોના વિજય પડવાના કારણે મૃત્યુ થયા છે. આ ઘટના બનતા જ તેમના પરિવારજનો અને ગામના લોકોમાં માતમ છવાઈ ગયો હતો.

આ વર્ષે ઘણા લોકોએ વીજળી પડવાના કારણે પોતાના જીવ ગુમાવ્યા છે અને ઘણા મૂંગા પ્રાણીઓએ પણ પોતાના જીવ ગુમાવ્યા છે. થોડાક દિવસ પહેલા જોયા જેવી પડવાની એક ઘટના સામે આવી હતી. આ ઘટનામાં એક માલધારી યુવક અને 50 બકરાના મૃત્યુ નીપજ્યા હતા.

આ ઘટના બનતા જ ચારે બાજુ માતમ છવાઈ ગયો હતો. ત્યારે એક જ સાથે વીજળી પડવાના કારણે 10 ગાય માતાના મૃત્યુ થતાં ચારેય બાજુ માતમ છવાઈ ગયો છે. ગુજરાતમાં વરસાદની વાત કરીએ તો આગામી પાંચ દિવસમાં વરસાદને લઈને હવામાન વિભાગની મોટી આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી પાંચ દિવસોમાં સૌરાષ્ટ્રના દરિયાઈ જિલ્લાઓ તથા દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ તથા કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. મિત્રો આ વર્ષની નવરાત્રીમાં વરસાદ પડી શકે તેવી શક્યતાઓ વધારે છે. હવામાન વિભાગની આગાહી મુજબ આ અઠવાડિયું પૂર્ણ થયા બાદ નવરાત્રિમાં કેવો વરસાદ રહેશે તે જાણી શકાશે

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*