સમગ્ર ગુજરાતમાં કોરોનાવાયરસ ના દેશમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ગુજરાતના પાટણ જિલ્લામાં કોરોના ની સારવાર મેળવતા 20 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. પાટણ શહેરમાં કોરોના નું સંક્રમણ વધતા નગરપાલિકા એ એક મહત્વનો નિર્ણય લીધેલ છે.જેમાં આવતીકાલથી પાટણમાં એક વાગ્યા સુધી જ દુકાનો ખોલી શકશે બાદમાં તમામ બજારો અને દુકાનો બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.
આવતીકાલથી પાટણમાં એક વાગ્યા સુધી જ દુકાનો ખુલશે. 31 જુલાઈ સુધી તમામ ધંધા-રોજગાર નોસમય ઘટાડો કરો આવ્યો છે. કોરોના સંક્રમણ વધતા નગરપાલિકા આ મહત્વનો નિર્ણય લીધો છે.અત્યાર સુધી પાટણ શહેરમાં 240 કેસ નોંધાયા છે અને પાટણ નગરપાલિકા ખાતે કોરોના ને લઈને અગત્યની મીટીંગ મળી હતી.
પાટણશહેરમાં વિસ્ફોટની જેમ વધી રહેલા કોરોના સંક્રમણ ને અટકાવવા માટે આ બેઠક મળી હતી.બેઠકમાં પાલિકા દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં આવતીકાલથી એટલે કે તારીખ 22 – 7 થી 31 – 7 સુધી તમામ ધંધા-રોજગાર બપોરે 1 વાગ્યા સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવેલ છે.
Be the first to comment