હાલ લગ્ન સીઝનનો અંત આવ્યો છે.તેવામાં રાજસ્થાનના સેવનિયા ગામમાં એક એવી જાન નીકળી હતી કે જે જોઈને સૌ કોઈ લોકો ભેગા થઇ ગયા હતા. આ જાનમાં 51 જેટલા ટ્રેક્ટરની સાથે વરરાજા એ જાન લઈને નીકળ્યા હતા ત્યારે દૂરથી આ જાન જોવા માટે આવી પહોંચ્યા હતા. 51 જેટલા ટ્રેક્ટર સાથે એ વરરાજા જાન જોડીને પરણવા જઈ રહ્યો હતો.
જેમા ટ્રેક્ટર નો કાફલો જોવાં મળ્યો. જ્યારે પસાર થયો ત્યારે સૌ કોઈ લોકો તેને અનોખી રીતે જોતા જ રહ્યા જેમાં લગભગ 150 જેટલા જાનૈયાઓ ઉમટી પડ્યા. આ જાન કે જેમાં પહેલાના સમયની જેમ ટ્રેક્ટરમાં નીકળી હતી,ત્યારે આપણે જાણીએ છીએ કે હવે ઊંટ લુપ્ત થઈ ગયા છે.
વિસ્તૃતમાં જણાવીશ તો બાવીસ વર્ષનો રાધેશ્યામ કે જે સિવનીયા ગામનો રહેવાસી છે. રાધેશ્યામના 8 જૂનના રોજ કમલા સાથે લગ્ન થવા જઈ રહ્યા હતા. તેથી બુધવારની સાંજે સાડા 6 વાગ્યે જાન જોડવા જવા માટે 51 ટ્રેક્ટર સાથે ધામધૂમથી રવાના થઈ હતી. તેમાં નવાઈની વાત તો એ કે વરરાજાની જાન 51 ટ્રેક્ટર માં લઇ જવામાં આવી હતી.
જેનો નજારો કંઇક અલગ જ લાગી રહ્યો હતો. હાલ તો જ્યારે કોઈપણ જગ્યાએ લગ્ન હોય છે, ત્યારે વરરાજાની જાન ફોરવીલ, વરઘોડો જેના પર જતી નજરે પડે છે પરંતુ આજે પ્રાચીન સમયની યાદ અપાવે એ રીતે રાજસ્થાનમાં એક ગામમાં ટ્રેક્ટરમાં જાન નીકળી હતી.
એટલું જ નહીં પરંતુ 51 જેટલા ટ્રેક્ટરની એકસાથે જોતાની સાથે જ લોકો વિચારમાં પડી ગયા હતા. જ્યારે એ વરરાજાને પૂછવામાં આવ્યું હતું ત્યારે તેણે કહ્યું હતું કે છેલ્લા એક મહિનાથી અમે આ લગ્નની તૈયારીઓ કરતા આવ્યા હતા. જેમાં તેમના પિતા સોનમ કહેતા હતા કે તેમની જાન ઊંટ ઉપર નીકળી હતી.
જોકે હાલ તો ઊંટ તો છે નહીં.તેથી તેમને વિચાર્યું અને ખેડૂતોની ઓળખ એવા ટ્રેક્ટર જેમાં તેમની જાન જોડીને લઈ જવામાં આવી હતી. તેમના પરિવાર અને સંબંધીઓ માં લગભગ 30 જેટલા ટ્રેકટરો ભેગા થઈને 51 જેટલા ટ્રેકટરો પર જાન રવાના થઈ હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment