ગુજરાતમાં સતત હાર્ટ એટેકના બનાવો વધી રહ્યા છે. ખાસ કરીને ગુજરાતના રાજકોટ શહેરમાં છેલ્લા બે ત્રણ દિવસમાં હાર્ટ એટેક આવવાના કારણે કેટલાય લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે હાલમાં હાર્ટ એટેક આવવાના કારણે મોત થવાની ઘટનાનો એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
આ ઘટના રાજકોટ જુના માર્કેટિંગ યાર્ડમાં બની હતી. અહીં 24 વર્ષના યુવકનું અચાનક જ હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું હતું. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હાલમાં ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
મૃત્યુ પામેલા યુવકનું નામ રણજીતકુમાર યાદવ હતું અને તેની ઉંમર 24 વર્ષની હતી. યુવક રાજકોટના મોરબી રોડ ઉપર રહેતો હતો અને માર્કેટિંગ યાર્ડમાં મજૂરી કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. જાણવા મળી રહ્યું છે કે બપોરના બે વાગ્યાની આસપાસ રણજીત માર્કેટિંગ યાર્ડમાં બકાલા વિભાગમાં હતો.
રાજકોટમાં હાર્ટ એટેકની ઘટનાના LIVE દ્રશ્યો…
રાજકોટ માર્કેટ યાર્ડમાં હરાજી દરમિયાન હાર્ટ એટેકની ઘટના…#news18gujaratino1 #gujarat pic.twitter.com/DkMXvuUmD0— News18Gujarati (@News18Guj) October 24, 2023
આ દરમિયાન અચાનક જ તે ચાલતા ચાલતા જમીન પર ઢળી પડ્યો હતો. ઘટના બનતા જ આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા અને પછી રણજીતને ઉપાડીને તાત્કાલિક તેને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. તેની સારવાર મળે તે પહેલા તેનું મોત થયું હતું.
હાલમાં ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મળ્યા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. રણજીત ના મોત ના સમાચાર મળતા જ તેના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. આ ઘટના બનતા જ માત્ર એક મહિનાની દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment