મિત્રો હાલમાં બનેલી એક દુઃખદાયક ઘટના સામે આવી છે. આ ઘટના હનુમાનજીની ભૂમિકા ભજવી રહેલા યુવકનું અચાનક સ્ટેજ પર કરુણ મૃત્યુ નીપજ્યું છે. જેનો વિડિયો પણ હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. મળતી માહિતી અનુસાર હનુમાનજીની ભૂમિકા ભજવતો યુવક રામ ભજન પર નાચતો હતો.
આ દરમિયાન અચાનક તે સ્ટેજ પર ભળી પડ્યો હતો. ત્યારબાદ લોકોએ જોયું તો યુવકનું મૃત્યુ નીપજ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો આ ઘટના મૈનપુરીમાં બની હતી. અહીં ગણેશોત્સવમાં સ્ટેજ પર એક યુવક હનુમાનજીની ભૂમિકા ભજવી રહ્યો હતો. આ દરમિયાન અચાનક જ તે સ્ટેજ પર ઢળી પડ્યો હતો.
લોકોને સૌ પ્રથમ એવું લાગ્યું કે યુવક પોતાની એક્ટિંગ કરી રહ્યો છે. પરંતુ ઘણો સમય થઈ ગયો છતાં પણ યુવક સ્ટેજ પરથી ઉભો ન થયો. તેથી લોકોએ તેની તપાસ કરી ત્યારે તે બેભાન અવસ્થામાં મળ્યો હતો. ત્યારબાદ તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં હાજર ડોક્ટરે યુવકને મૃત જાહેર કર્યો હતો. આ ઘટના બનતા જ ચારે બાજુ માતમ છવાઈ ગયું હતું.
મળતી માહિતી અનુસાર યુવકનું મૃત્યુ હાર્ટ એટેક આવવાના કારણે થયું છે તેવું તબીબોનું માનવું છે. મૃત્યુ પામેલા યુવકનું નામ રવિ શર્મા હતું અને તેની ઉંમર માત્ર 35 વર્ષની હતી. આ ઘટનાના બે વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. પહેલા વીડિયોમાં રવિ હનુમાનજીની ભૂમિકામાં રામ ભજન પર ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે.
થોડીક વાર બાદ અચાનક તે નર્વસ થઈ જાય છે. અને સ્ટેજ પર ચાલવાનો પ્રયાસ કરે છે. ત્યારબાદ તે પોતાના મોઢામાં હાથ નાખી છે. પછી તે અચાનક જ બેભાન થઈને સ્ટેજ પર ઢળી પડ્યો હતો. બીજા વીડિયોમાં ત્યાં હાજર કેટલાક લોકો રવિને હોસ્પિટલ લઈ જતા નજરે પડી રહ્યા છે. મળતી માહિતી અનુસાર આ ઘટના શનિવારના રોજ રાત્રિના સમયે બની હતી.
સ્ટેજ પર હનુમાનજીની ભૂમિકા ભજવનાર યુવકનું, રામ ભજન પર ડાન્સ કરતી વખતે અચાનક મૃત્યુ… જુઓ લાઈવ મૃત્યુનો વિડીયો… pic.twitter.com/CMrQBOHspB
— GUJJU ROCKZ (@gujju_rockz) September 4, 2022
સમગ્ર ઘટનાને લઈને સ્થાનિક લોકોનું કહેવું છે કે છેલ્લા 15 વર્ષથી રવિ રામલીલા અને અન્ય તહેવારોમાં હનુમાનજીનું પાત્ર ભજવી રહ્યો હતો. આજુબાજુના વિસ્તારમાં જ્યારે રામલીલાનું આયોજન કરવામાં આવે ત્યારે રવિને ચોક્કસ બોલાવવામાં આવે છે. રવિને કોઈ પણ પ્રકારનો રોગ હતો નહીં. રવિના મૃત્યુના કારણે તેના પરિવારજનોમાં માતમ છવાઈ ગયો છે. હાલમાં આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment