Rajkot Jamnagar highway accident: રાજકોટ-જામનગર હાઇવે પર દિવસેને દિવસે અકસ્માતને(accident) ઘટનાઓ વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં હાઇવે રોડ પર બે અકસ્માતની ઘટનાઓ બની છે. ત્યારે રાત્રિના સમયે બનેલી અકસ્માતની ઘટના વિશે આજે આપણે વાત કરવાના છીએ. આ અકસ્માતની ઘટનામાં એક ફોર્ચ્યુનર કાર ટ્રકની(Youth dies in an accident on Rajkot Jamnagar highway) પાછળ ઘૂસી જતા ભયંકર અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતની ઘટનામાં 25 વર્ષના યુવાનનું ઘટના સ્થળે મોત થયું હતું. વિગતવાર વાત કરીએ તો રાજકોટના કાલાવડ રોડ ઉપર આવેલા નોકઆઉટ ગેમ ઝોનના સંચાલક પુષ્પરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા ગઈકાલે રાત્રે રાજકોટ તરફ આવી રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં તેમને ભયંકર અકસ્માત નડ્યો હતો અને તેમનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું.
મળતી માહિતી અનુસાર પુષ્પરાજ સિંહ પોતાની fortuner કાર લઈને રાજકોટ તરફ આવી રહ્યા હતા. ત્યારે રસ્તામાં ટ્રકની પાછળ કાર ઘુસી જતા આ અકસ્માતની ઘટના બની હતી. અકસ્માત બની આબાદ આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. ઉપરાંત પડધરી પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી.
મૃત્યુ પામેલા યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર પુષ્પરાજસિંહ જાડેજા મોડી રાત્રે પોતાની GJ 21 P 77 નંબરની સફેદ કલરની FORTUNER કાર લઈને આવી રહ્યા હતા. ત્યારે રસ્તામાં તેમની કાર ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ ટ્રક ચાલકે ટ્રક ઉભો રાખ્યો ન હતો, જેના કારણે કાર ઘસડાઈ હતી.
આ ઘટનાની જાણ પરિવારજનોને થતા પરિવારજનો અને સગા સંબંધીઓમાં માતમ છવાઈ ગયો હતો. હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અચાનક જ એવું તો શું થયું કે કાર ટ્રકની પાછળ ઘૂસી ગઈ તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment