ગુજરાતમાં આજકાલ હાર્ટ એટેક આવવાના કારણે મોત થવાની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી વધુ એક તેવી જ ઘટના સામે આવી રહી છે. આ ઘટના નવસારીમાંથી સામે આવી રહી છે. મળતી માહિતી અનુસાર ગઈકાલે રાત્રે 3:30 વાગ્યાની આસપાસ ગરબા જોઈને પરત ફરી રહેલો યુવાન અચાનક જ જમીન પર ઢળી પડ્યો હતો અને ત્યારબાદ તેનું કરુણ મોત થયું હતું.
જાણવા મળી રહ્યું છે કે, યુવાનનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું હોય તેવી આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. મૃત્યુ પામેલા યુવકનું નામ મૃણાલ શુક્લા હતું અને તેની ઉંમર 31 વર્ષની હતી. મૃણાલ બી.આર.ફાર્મ ખાતે આવેલ શિવાંજલી ગરબા જોવા ગયો હતો.
ગરબા જોઈને મૃણાલ રાત્રે લગભગ સાડા ત્રણ વાગ્યાની આસપાસ ઘરે આવી રહ્યો હતો. ત્યારે અચાનક જ તે જમીન પર ઢળી પડ્યો હતો. પછી પરિવારના સભ્યોએ 108ને બોલાવી હતી. ત્યારબાદ 108 ના આરોગ્ય કર્મચારીઓએ ચકાસણી કર્યા બાદ યુવકને મૃત જાહેર કર્યો હતો.
પછી તેના મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું હતું. ત્યારબાદ તેના મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલી આપવામાં આવ્યું હતું. પોસ્ટ મોટમ રિપોર્ટ આવ્યા બાદ યુવકના મોતનું સાચું કારણ જાણવા મળશે. હાલમાં તો પ્રાથમિક તારણમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે યુવકનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે.
આ ઘટના બનતા જ હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે. મૃત્યુ પામેલા યુવકના લગ્ન દોઢ વર્ષ પહેલા થયા હતા. મળતી માહિતી અનુસાર યુવક એક ખાનગી બેંકમાં નોકરી કરતો હતો. જુવાનજોધ દીકરાનું મોત થતા પરિવાર પર શોકનું મોજુ ફરી વળ્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment