સોશિયલ મીડિયા પર તમે ઘણી વખત નાનકડા બાળકોના વિડીયો જોતા હશો. ઘણીવાર વાયરલ થયેલા નાનકડા બાળકોના રમુજી વાત ના વિડીયો જોઈને આપણે સૌ કોઈ લોકો ખડખડાટ હસી પડતા હોઈએ છીએ. ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર વધુ એક તેઓ જ વિડીયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
જેમાં એક નાનો એવો ટેણીયો એવી શાયરી કરે છે કે સાંભળીને તમે પણ હસી હસીને ગોટો વળી જશો. વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક નાનો એવો ટેણીયો પોતાની કાલીઘેલી ભાષામાં શાયરી બોલતો નજરે પડી રહ્યો છે.
ટેણીયો બોલી રહ્યો છે કે, “હાથમાં ગુલાબનો ગોટો, તું જો મને પ્રેમ કરતી હોય તો મોકલ તારો ફોટો” આ ટેણિયાની શાયરી બોલવાનો અંદાજ જોઈને સૌ કોઈ લોકો ખડખડાટ હસી પડ્યા હતા. વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ થયેલો આ વિડીયો ajay_rethaliya_03 નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. વાયરલ થઈ રહેલો આ વિડીયો લાખોની સંખ્યામાં લોકોએ જોયો છે.
View this post on Instagram
ઉપરાંત 37,000 થી પણ વધારે લોકોએ વીડિયોને લાઈક કરી છે. વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે અને ઘણા લોકો તો વીડિયો જોઈને ખડખડાટ હસી પડ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment