વડોદરામાં 19 વર્ષની દીકરી તૃષા સોલંકીનો કલ્પેશ ઠાકોર નામના યુવકે જીવ લઇ લીધો હતો. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી. પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપી કલ્પેશ ની ધરપકડ કરી છે. ત્યારે મૃત્યુ પામેલી દીકરી તૃષાનો અંતિમ અંતિમ વીડિયો સામે આવ્યો છે.
જેમાં દીકરી તૃષાનો હસતો ચહેરો જોવા મળ્યો છે. જેની એક કલાક બાદ કલ્પેશ નામના યુવકે દીકરી તૃષાનો જીવ લઇ લીધો હતો. અને ત્યારબાદ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. પરંતુ ગણતરીની કલાકોમાં જ વડોદરા ક્રાઈમ બ્રાન્ચે આરોપી કલ્પેશને ઝડપી પાડયો હતો. કોચિંગ ક્લાસના પાર્કિંગમાં લાગેલા સીસીટીવી ફુટેજમાં દીકરી તૃષા કેદ થઇ છે.
સીસીટીવી ફુટેજમાં દીકરી પોતાની એકટીવા લઈને જતી હોવાનું દેખાયું છે. બીજા સીસીટીવી ફુટેજમાં દીકરી તૃષા પોતાની એકટીવા લઈને નીકળતા જોવા મળી હતી. બીજા સીસીટીવી ફુટેજમાં હાઇવે પાસે આરોપી કલ્પેશ અને તેનો મિત્ર બાઈક પર જતા દેખાયા હતા.
દીકરી તૃષાનો હસતા ચહેરાનો અંતિમ વિડીયો જોઈને તમે પણ રડી પડશો – જુઓ દીકરી તૃષાનો અંતિમ વિડીયો… pic.twitter.com/LCfjGBVrH8
— GUJJU ROCKZ (@gujju_rockz) March 24, 2022
મંગળવારના રોજ રાત્રીના સમયે એક તરફી પ્રેમમાં કલ્પેશ ઠાકોર અને યુવકે 19 વર્ષની દીકરી તૃષા સોલંકીનો જીવ લઇ લીધો હતો. આ ઘટના બનતાં ભારે અફરાતફરી મચી ગઇ હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, ત્રણ વર્ષ પૂર્વે તૃષા અને કલ્પેશ વચ્ચે સારી મિત્રતા હતી.
તૃષા કોલેજ કરીને પરત ફર્યા બાદ 10 પાસ અને ઇલેક્ટ્રિક માં આઈટીઆઈ કરનાર કલ્પેશ સાથે સંબંધ તોડી નાખ્યા હતા. જેના કારણે કલ્પેશ તૃષાને અવારનવાર ફોન કરતો હતો. પરંતુ તૃષા તરફથી કલ્પેશને વળતો જવાબ ના મળતા કલ્પેશ ભારે રોષે ભરાયો હતો.
જ્યારે મંગળવારના રોજ સાંજે પહેલી વખત મળવાનું બહાનું બતાવીને કલ્પેશ તૃષાને મુજરી ગામડી પાસે મળવા બોલાવી હતી. અને ત્યાં આરોપી કલ્પેશે તૃષાનો જીવ લઈ લીધો હતો. ઘટના બન્યા બાદ ભારે અફરાતફરી મચી ગઈ હતી અને ગણતરીની કલાકોમાં જ પોલીસે આરોપી કલ્પેશની ધરપકડ કરી લીધી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment