એક 6 વર્ષના બાળકે DJ માટે પોલીસ સાથે કરી દલીલ, વિડીયો જોઈને તમે પણ ચોંકી જશો

65

દુનિયામાં સોશિયલ મીડિયાનાં જમાનામાં સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક વીડિયો વાયરલ થાય છે. કેટલાક વિડિયો આપણું દિલ જીતી લેતા હોય છે અને કેટલાક વિડીયો જોઈને તમે ડરી જતા હોવ છો. જ્યારે અમુક વિડીયોમાંથી તમને ઘણું શીખવા મળે છે.

અને અમુક વીડીયા તો એવા હોય છે કે તે જોઈને આપણે હસી-હસીને ગોટો વળી જવી છે. તમે ઘણી પાર્ટીઓમાં લોકોને DJની ધૂન પર નાચતા જોયા હશે. અને આપણે બધા જાણીએ છીએ કે ડીજે વગાડવાનો સમય નક્કી છે.

જો કોઈ પણ વ્યક્તિ આ નિયમનું પાલન નહીં કરે તો તે પોલીસની હાથે ચડી શકે છે. જ્યારે તેઓ જે કિસ્સો તેલંગાણા નો સામે આવ્યો છે. અહીં એક છ વર્ષનો બાળક પોલીસકર્મી સાથે ડીજે વગાડવાને લઈને ગજબની દલીલ કરી રહ્યો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે બાળક કેવી રીતે ડીજે ની પરવાનગી અંગે પોલીસ કર્મી સાથે વાતચીત કરી રહ્યો છે.

આ વીડિયો જોઈને ભલભલા ચોંકી ગયા છે. ભલે માત્ર 6 વર્ષનો બાળક છે પરંતુ બાળકમાં હિંમત ઘણી છે. સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે પોલીસ કર્મી અને બાળક વચ્ચે ની દલિત ચર્ચા જોઈને આસપાસ ઉભેલા ઘણા લોકો આનંદ અનુભવી રહ્યા છે અને ઘણા લોકો ચોંકી ગયા છે.

મળતી માહિતી અનુસાર તેલંગાના સંગારેડી જિલ્લામાં આ બનાવ બન્યો હતો. મળતી માહિતી અનુસાર અહી દુર્ગા માતાની મૂર્તિનું વિસર્જન ચાલી રહ્યું હતું. તે દરમિયાન નિયમોનું પાલન ન થતાં પોલીસ ડીજે બંધ કરાવવા આવી હતી.

ત્યારે છ વર્ષના બાળકે ડીજે ની પરવાનગી અંગે પોલીસ સબ ઇન્સ્પેક્ટર સાથે દલીલો કરી હતી. અને સમગ્ર ઘટનાનો વીડિયો આસપાસ ઉભેલા એક વ્યક્તિએ પોતાના કેમેરામાં કેદ કરી લીધો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!