કરેલા ભોગવીને જ જવાનું છે..! મોબાઈલ ચોરીને ભાગતા યુવકને રસ્તામાં નડ્યો અકસ્માત, ઘટનાસ્થળે જ મૃત્યુ – જુઓ ઘટનાના CCTV ફૂટેજ

Published on: 10:25 am, Mon, 3 October 22

દેશમાં દિવસેને દિવસે ચોરી અને લૂંટની ઘટનાઓ વધી રહી છે. પરંતુ અમુક વખત કેટલાક લોકોને ચોરી અથવા તો લૂંટ કરવી ભારે પડી જતી હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે. આ ઘટનામાં ચોરી કરીને ભાગતા યુવકને રસ્તામાં અકસ્માત નડે છે. આ કારણસર તેનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું.

આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. ઘટનાના વાયરલ થઈ રહેલા સીસીટીવી ફૂટેજ મહારાષ્ટ્રના માલેગાવના છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, રસ્તા પર પાર્ક કરેલી કાર સાથે પૂરવાર ઝડપે આવતી બાઇક અથડાય છે. ટક્કર એટલી જોરદાર હતી કે ટક્કરનો ખૂબ જ મોટો અવાજ સંભળાયો હતો.

આ અકસ્માતની ઘટનામાં બાઈક ચાલક યુવક ઉછળીને દૂર જઈને પડ્યો હતો. આ ઘટનામાં બાઈક ચાલક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો, આ કારણોસર તેનું ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેવી થઈ ગઈ હતી.

સૂત્રો અનુસાર જાણવા મળી રહ્યું છે કે, અકસ્માતમાં મૃત્યુ પામેલો બાઈક ચાલક યુવક મોબાઈલ ચોરીને ભાગી રહ્યો હતો. બાઈકની સ્પીડ વધારે હોવાના કારણે તે બાઈક ઉપરથી કાબુ ગુમાવે છે. તેથી તેની બાઇક રસ્તા પર પાર્ક કરેલી કાર સાથે અથડાય છે.

ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક પર બેઠેલો યુવક ઉછળીને દૂર જઈને પડ્યો હતો. આ કારણોસર તેનું ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસી સીસીટીવી ફૂટેજના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "કરેલા ભોગવીને જ જવાનું છે..! મોબાઈલ ચોરીને ભાગતા યુવકને રસ્તામાં નડ્યો અકસ્માત, ઘટનાસ્થળે જ મૃત્યુ – જુઓ ઘટનાના CCTV ફૂટેજ"

Leave a comment

Your email address will not be published.


*