સુરાપુરા ધામ ભોળાદ આજે દરેક ભક્તો માટે શ્રદ્ધા વિશ્વાસ અને આસ્થાનું પ્રતીક બની ગયું છે ભોળાદ ની આ પાવનભૂમિ પર દેશ વિદેશથી લોકો દાદાના દર્શન કરવા માટે આવે છે. આ ધામ સાથે વીર રાજાજી અને તેજાજી દાદાની શૂરવીર ગાથા જોડાયેલી છે. દાદા દરેક ભક્તો પર આશીર્વાદ વરસાવી તેમની મનોકામના પૂર્ણ કરે છે.
અહીં પૂનમ અને અમાસના દર્શન કરવાનું અનેરૂ મહત્વ છે. લોકો અહીં લાખોની સંખ્યામાં દાદા ના દર્શન કરવા માટે આવતા હોય છે. આ ધામના પૂજ્ય ગુરુ શ્રી દાનભા બાપુ એક પણ રૂપિયાનું દાન લીધા વગર નિસ્વાર્થ ભાવે દાદા ની સેવા કરી તેમનો રાજીપો પ્રાપ્ત કરે છે આ સાથે સાથે તેમને અનેક લોકોને વ્યસન મુક્ત કરી એક સંસ્કારી સમાજની રચના કરી છે.
સુરાપુરા ધામ ભોળાદ ખાતે 24 કલાક ભક્તો માટે ભોજન પ્રસાદ અને ચા પાણી નાસ્તાની વ્યવસ્થા શરૂ રહે છે. થોડા સમય પહેલા જ ભોળાદ ખાતે દાદા નો આઠમો પાટોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો જેમાં ગુજરાતના અનેક કલાકારોએ લોક ડાયરાની રમઝટ જમાવી હતી જેમાં કિર્તીદાન ગઢવી હકાભા ગઢવી ગોવિંદ ગઢવી જેવા ખ્યાતનામ કલાકારોએ હાજરી આપી હતી.
આ મંદિરમાં ખૂબ મોટી સંખ્યામાં સ્વયંસેવકો સેવા કરવા માટે આવે છે. અહીં દરેક તહેવારોની ઉજવણી ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. સુરાપુરા ધામ ભોળાદ નો મુખ્ય ઉદ્દેશ્ય છે કે કોઈપણ વ્યક્તિને અંધશ્રદ્ધા અને અંધવિશ્વાસ દૂર કરી માત્ર દાદા ઉપર વિશ્વાસ અને શ્રદ્ધા રાખી પોતાના દરેક કાર્યો પૂર્ણ કરવામાં આવે છે. અહી કોઈ મૂર્તિ નહી પરંતુ દાદા ની ખાંભીની પૂજા કરવામાં આવે છે અને દાદા પણ કોઈ પણ ભક્તોને નિરાશ થવા દેતા નથી.