મિત્રો હાલમાં ગુજરાત રાજ્યમાં ચારેય બાજુ લગ્નનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વર્ષે મિત્રો તમે ઘણા એવા લગ્ન જોયા હશે જે લગ્નમાં આપણી વર્ષો જૂની પરંપરા જોવા મળી હશે. હવે એવું લાગી રહ્યું છે કે આપણો જૂનો દાયકો ફરી પાછો આવી રહ્યો છે. મિત્રો તાજેતરમાં જ વસંત પંચમીના મુરતમાં અનેક નવયુગલે પ્રભુતામાં પગલાં પાડ્યા હતા.
આજકાલ પોતાના દીકરા અને દીકરીના લગ્ન યાદગાર બનાવવા માટે પરિવારના સભ્યો અલગ અલગ પ્રકારનું આયોજન કરતા હોય છે. ત્યારે આજે આપણે જસદણના વીરનગર ગામમાં વરરાજાના નીકળેલા અનોખા ફુલેકા વિશે વાત કરવાના છીએ. આ ફુલેકાની ચર્ચા હાલમાં સોશિયલ મીડિયા પર ચારે બાજુ ચાલી રહે છે.
મિત્રો આ ફૂલેકાની અંદર 20 ઘોડા સાથે 12 બળદગાડાને 30 કિલો ચાંદીના પ્રાચીન શણગારથી શણગારવામાં આવ્યા હતા. આ અનોખું ફૂલેકું ગામના લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. એટલું જ નહીં પરંતુ આ ફુલેકુ જવા માટે મોટી સંખ્યામાં ગામના લોકો એકઠા થયા હતા.
વિગતવાર વાત કરીએ તો વીરનગર ગામના વાળા પરિવારના આંગણે લગ્ન ઉત્સવ છે. અહીં પરિવારના જયરાજભાઈ વાળા, રાજદીપભાઈ વાળા અને અજયભાઈ વાળાના એક સાથે લગ્ન છે. આ ત્રણેય વરરાજાનું એક સાથે રાત્રે અનોખો ફુલેકુ કાઢવામાં આવ્યું હતું. ફુલેકામાં 20 ઘોડાઓ અને 12 બળદગાડાને પ્રાચીન શણગાર કરવામાં આવ્યો હતો.
ફુલેકુ જોવા માટે મોટી સંખ્યામાં ગામના લોકો આવ્યા હતા. દૂર દૂરથી પણ લોકો આ અનોખું ફુલેકુ જોવા માટે ગામમાં આવ્યા હતા. જૂની પરંપરા જોઈને લોકોને પોતાના જૂના દિવસો યાદ આવી ગયા હતા. ફુલેકાની અંદર ત્રણેય વરરાજાઓ અશકન અને ઝરિયલ સાફા સાથે જોવા મળ્યા હતા.
વીરનગર ગામમાં ડીજેની સાથે એક સાથે ત્રણ વરરાજાના ફૂલેકા નીકળતા કંઈક અલગ જ માહોલ જોવા મળ્યો હતો. એટલું જ નહીં પરંતુ ફૂલેકામાં રજવાડી ઠાઠ પણ જોવા મળી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો