આવો ચોર તમે ક્યારેય નહીં જોયો હોય…, લક્ષ્મી માતાના મંદિરમાં ચોરી કરવા ગયેલા ચોરી કર્યું એવું કે…, જુઓ ઘટનાના CCTV ફૂટેજ…

મિત્રો દિવસેને દિવસે ચોરી અને લૂંટની ઘટનાઓ વધી રહી છે. તમે ચોરી અને લૂંટની ઘટનાના ઘણા સીસીટીવી ફૂટેજ પણ જોયા હશે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં એક મંદિરમાં બનેલી ચોરીની ઘટનાનો સીસીટીવી ફૂટેજ સામે આવ્યો છે. તમે ક્યારેય પણ આવો ચોર જોયો નહીં હોય. એક ચોર ચોરી કરવા માટે લક્ષ્મી માતાજીનું મંદિર પસંદ કરે છે.

મોડી રાત્રે ચોરી કરવા માટે ચોર મંદિરની અંદર પ્રવેશે છે. મંદિરની અંદર પ્રવેશીને ચોર એવું કરે છે જે તમે ક્યારેય પણ નહીં જોયું હોય. આ સમગ્ર ઘટના મંદિરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેમાં તમે જોઈ શકો છો કે, ચોર માતાજીને પગે લાગે છે અને ત્યારબાદ મંદિરમાં રાખેલી દાન પેટી લઈને ફરાર થઈ જાય છે.

આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ પોલીસે ચોરની શોધખોળ શરૂ કરી છે. આ ચોરીની ઘટના માડોતલ પોલીસ સ્ટેશનના સૂખા ગામમાં બની હતી. મળતી માહિતી અનુસાર 5 ઓગસ્ટના રોજ ખૂબ જ ચાલાકેથી એક ચોર લક્ષ્મી માતાના મંદિરમાં ઘૂસી જાય છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે ચોરે પોતાનો ચહેરો સંપૂર્ણ રીતે ઢાંકી દીધો છે. ચોર મંદિરમાં રાખેલી દાન પેટી લઈને કોઈને ખબર ન પડે તેમ ફરાર થઈ જાય છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે ચોર ચોરી કરતા પહેલા બે હાથ જોડીને માતાજીને પગે લાગે છે અને ત્યારબાદ મંદિરમાં મૂકેલી દાન પેટી લઈને ફરાર થઈ જાય છે.

આ સમગ્ર ચોરીને લઈને પોલીસે જણાવ્યું કે, જોડે પહેલા મંદિરના મુખ્ય દ્વારનો દરવાજો તોડ્યો, ત્યારબાદ મંદિરમાં રાખવામાં આવેલી ત્રણ દાન પેટીઓ સહિત બે મોટા ઘંટે અને પૂજાના વાસણ લઈને ફરાર થઈ ગયો હતો. હાલમાં પોલીસ સીસીટીવી ફૂટેજ ના આધારે અજાણ્યા ચોર ની શોધખોળ શરૂ કરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*