આજકાલ સોશિયલ મીડિયા પર સાપના વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે, હાલમાં ચોમાસાની સિઝન ચાલી રહી છે જેના કારણે ઘણી બધી જગ્યાએ સાપ નીકળે છે. કહેવાય છે ને કે સાપને જોઈને ભલભલા લોકો ડરી જાય છે, હાલમાં ઘણી બધી જગ્યાએ કોબ્રા સાપ નીકળી રહ્યા છે.
સાપ સાથે ઉલજવું એટલે તમારા જીવનને જોખમમાં મૂકવું, જોકે એવું નથી કે બધા ઝેરી હોય છે. પરંતુ કેટલાક સાપ એવા હોય છે જેમાં ઝેર જોવા મળતું નથી એટલે કે તેમનાથી ડરવાની જરૂર નથી. પરંતુ તેમ છતાં લોકો જોખમ લેવા માગતા નથી, એટલા માટે લોકો તેમનાથી દૂર રહેવાનું પસંદ કરે છે.
તમે જોયું હશે કે સાપ મોટાભાગે ઘરોની આસપાસ કોઈ વસ્તુમાં છુપાઈ જાય છે અને કાં તો તે માણસોને કરડે છે અથવા તો તેને ડંખ મારી મનુષ્યને મોતને ઘાટ ઉતારી દે છે. જોકે ઘણી વખત લોકો સાપને બચાવી તેમનું રેસ્ક્યુ કરીને જંગલોમાં પણ છોડી દેતા હોય છે.
View this post on Instagram
આજકાલ આવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેને જોઈને તમે દંગ રહી જશો. આ વિડીયો ખતરનાક કોબ્રા ને બચાવવાનો છે, કોબ્રા લાકડાની વચ્ચે એવી રીતે છુપાયેલો હતો કે કોઈ તેને જોઈ ન શકે. પરંતુ જે વ્યક્તિ સાપને પકડવા આવ્યો હતો તે જાણતો હતો કે તે ત્યાં છુપાયેલો છે.
આવી સ્થિતિમાં તેણે તે શોધી કાઢ્યું કે સાપ ક્યાં છુપાયો છે અને તેણે સાપનેવબહાર કાઢ્યો અને કોથળામાં મૂક્યો હતો. વીડિયોમાં તમે જોઈ શકો છો કે તે વ્યક્તિ આવે છે અને એક પછી એક લાકડાને હટાવવા લાગે છે. ત્યારબાદ સાપને પકડીને કોથળામાં મૂકી દે છે અને તેને જંગલમાં છોડી આવે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment