ભારતમાં સૌથી ધનિક વ્યક્તિમાં અંબાણી પરિવાર હંમેશા મોખરે જ રહે છે અને હંમેશા તેઓ મીડિયામાં ચર્ચામાં પણ રહેતા હોય છે. આપણે બધા જાણીએ છીએ કે ઝીરો માંથી સર્જન કરનારા ધીરુભાઈ જામનગરના ચોરવાડ ગામના છે અને આજે મુકેશભાઈ પાસે ભલે અફસો રૂપિયા છે
પરંતુ આજે પણ તેમનું આલીશાન ઘર તેઓએ જામનગર ની અંદર સાચવીને રાખ્યું છે જ્યાં ધીરુભાઈ નો જન્મ થયો હતો.સો વર્ષથી વધારે જૂનું આ મુકેશ અંબાણીનું ઘર જેને ધીરુભાઈ મેમોરિયલ હાઉસ તરીકે જતન કરવામાં આવે છે અને કહેવાય છે
વ્યક્તિ જ્યારે જીવનમાં સંઘર્ષ કરીને સફળતા મેળવે છે ત્યારે પોતાની પહેલાની પરિસ્થિતિઓ તેઓ ક્યારેય ભૂલતા નથી અને ધીરુભાઈ અબજોપતિ બન્યા પછી એ પોતાના વતનનો ખૂબ જ વિકાસ કરેલો છે.ભારતમાં સૌથી સફળ ઉદ્યોગપતિ ધીરુભાઈ અંબાણીના અવસાન પછી સંપત્તિ
અને વ્યવસાયની વહેંચણીને લઈને મુકેશ અને અનિલ અંબાણી વચ્ચેનું અંતર નોંધપાત્ર રીતે વધી ગયું છે અને હાલમાં ગુજરાતના ચોરવાડમાં આવેલું આ ઘર એક સ્મારક તરીકે બનાવવામાં આવ્યું છે અને આ પ્રવાસીઓ માટે ખુલ્લો મુકવામાં આવ્યું છે.
મુકેશભાઈ નું આ જૂનું ઘર એ વાતની પૂર્તિ કરે છે કે જુના સમયમાં કેવી રીતે મકાન બનતા હતા. મકાનની અંદર ભવ્ય રૂમ છે ઓસરી છે રસોડું છે હોલ છે અને કહેવાય છે કે ધીરુભાઈ મેમોરિયલ હાઉસ માટે જો તમારે મુલાકાત કરવી હોય તો માત્ર બે રૂપિયા ટિકિટ છે અને તમે મંગળવાર થી લઈને રવિવાર સુધી સવારે 9:30 વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી મુલાકાત કરી શકો છો.
Be the first to comment