ઉત્તર પ્રદેશની યોગી સરકારે અયોધ્યામાં દિવાળી નિમિત્તે ભવ્ય દીપોત્સવ યોજવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે તેના કારણે વિવાદ થઈ ગયો છે. યોગી આદિત્યનાથ ની યોજના સાડા પાંચ લાખ દીપ પ્રગટાવીને ગિનિસ ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવવાની છે. કોરોના વાયરસનો ખતરો ગયો નથી ત્યારે યોગી વાહવાહી માટે લોકોના જીવ જોખમમાં મૂકી આગ સાથે રમત રમી રહ્યા હોવાના આક્ષેપો કરી રહ્યા છે.
યોગી આદિત્યનાથ પોતાની જવાબદારી અવધ યુનિવર્સિટીને સોંપવામાં આવી છે. યુનિવર્સિટી છ લાખ દિવા ખરીદવા ટેન્ડર બહાર પાડી દીધું છે.11 નવેમ્બરથી 13 નવેમ્બર દરમિયાન સરયૂ નદીના કિનારે 24 મોટા ઘાટ અને 4 નાના ઘાટ પર દીવા પ્રગટાવવામાં આવશે.દીવા પ્રગટાવવા માટે આઠ હજાર વિદ્યાર્થીઓને મેદાનમાં ઉતરશે એવું સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!