અરે વાહ મારા ગુજરાતી વાહ..! આ યુવાને નિરાધાર બાળકોને પ્લેનમાં મુસાફરી કરાવીને અનોખા અંદાજમાં જન્મદિવસની ઉજવણી કરી… જુઓ વાયરલ વિડિયો…

મિત્રો આજના આધુનિક જમાનામાં ઘણા એવા લોકો છે. જેઓ પોતાના જન્મદિવસના દિવસે લાખો રૂપિયા ખર્ચતા હોય છે. આ ઉપરાંત જન્મદિવસના દિવસે હોટેલ કે રેસ્ટોરન્ટમાં પોતાના મિત્રો, પરિવારના લોકો અને સંબંધીઓને પાર્ટી આપતા હોય છે અને મોંઘી-મોંઘી કેક કાપતા હોય છે. જ્યારે ઘણા લોકો રસ્તા ઉપર કેક કાપીને કેકથી એકબીજાને બગાડતા હોય છે અને ખાવાની વસ્તુનો વેસ્ટ કરતા હોય છે અને ફટાકડા ફોડીને ખાલી ખોટો દેખાડો કરતા હોય છે.

પરંતુ હજુ પણ ઘણા એવા લોકો છે જેઓ પોતાના જન્મદિવસના દિવસે સમાજ માટે કંઈક ઉત્તમ કામ કરતા હોય છે. ત્યારે આજે અમે તમને તેવા આજે યુવાન વિશે જણાવવાના છીએ. જેને પોતાના જન્મદિવસની ઉજવણી ખૂબ જ અનોખી રીતે કરી છે. યુવાનની જન્મદિવસ ઉજવવાની અનોખી રીતને જોઈને તમે પણ તેની વાહ વાહ કરતા નહીં થાકો.

અમરેલીના આ યુવાને પોતાના જન્મદિવસના દિવસે કંઈક એવી રીતે ઉજવણી કરી કે તે જન્મદિવસ પોતાના માટે નહીં પરંતુ અન્ય લોકો માટે યાદગાર બની ગયો છે. આ યુવાને પોતાના જન્મદિવસની ઉજવણી નિરાધાર બાળકો સાથે કરી છે. જન્મદિવસની ઉજવણી કરવા માટે યુવકે હોટેલ કે રેસ્ટોરન્ટ નહીં પરંતુ એક ચાર્ટર્ડ પ્લેન બુક કરાવ્યું હતું.

પછી સાત જેટલા નિરાધાર બાળકોને પ્લેનની મુસાફરી કરાવીને પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી. અનોખી રીતે જન્મ દિવસની ઉજવણી કરનાર બાળકનું નામ જય કાથરોટીયા હતું. જય અમરેલીમાં રહે છે અને અમરેલીમાં આવેલી ડોક્ટર કલામ ઇનોવેટિવ સ્કૂલના ડાયરેક્ટર તરીકે ફરજ બજાવે છે. જય પોતાનો જન્મદિવસ યાદગાર બનાવવા માટે નિરાધાર બાળકોને પ્લેનમાં મુસાફરી કરાવી હતી.

જય બાળકો સાથે લગભગ 12000 ફૂટની ઊંચાઈ પર પોતાના જન્મદિવસની કેક કાપી હતી. પ્લેનની મુસાફરી કરી લે નિરાધાર બાળકોના ચહેરા પર એક અલગ જ ખુશી જોવા મળી હતી. હોટલ કે રેસ્ટોરન્ટમાં પાટી પાછળ હજારો રૂપિયા ખર્ચ્યા વગર જાય કરેલી ઉજવણી લોકો માટે એક પ્રેરણા રૂપ સાબિત થાય છે.

જય એ પોતાની વિશે વાત કરતા જણાવ્યું કે, આજથી 25 વર્ષ પહેલા મારા માતા-પિતા આ શહેરની અંદર એક સામાન્ય છકડો રિક્ષામાં સામાન લઈને આવ્યા હતા. ત્યારે આજે મારા માતા-પિતાના આશીર્વાદથી અને કુદરતની કૃપાથી હું નિરાધન બાળકો માટે ચાર્ટર્ડ પ્લેન બુક કરાવવા માટે સક્ષમ બન્યો છું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*