હા મોજ હા..! લોક સાહિત્યકાર દેવાયત ખવડ લીધી નવી મર્સિડીઝ કાર…જુઓ વાયરલ વિડિયો…

Dewayat Khwad: આપણે સોશિયલ મીડિયા પર દેવાયત ખવડના ઘણા વિડીયો જોયા હશે, ગુજરાતમાં લોક કલાકાર તરીકે એક મોટું નામ એટલે કે દેવાયત ખવડ. સમય પહેલા સોશિયલ મીડિયામાં ચર્ચામાં હતા, તેઓ મારામારીના વાયરલ થયેલા વીડિયોના કારણે ચર્ચામાં આવ્યા હતા. તેઓ 72 દિવસ જેલમાં પણ રહ્યા હતા, ત્યારે હવે દેવાયતે એક નવી નકોર મર્સિડીઝ કાર(Mercedes car) છોડાવી છે.

જેના કારણે તે ચર્ચામાં આવ્યા છે, દેવાયત ખવડે પોતે જ ફોટાઓ અને વિડિયો શેર કર્યા છે જે ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. દેવાયત ખવડ નું વતન સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના દુધઈ ગામ છે. દુધઈ ગામના અગ્રણી રામકુમાર કરપડાએ બીબીસી ગુજરાતીના સહયોગી બીપીન ટંકારીયા સાથેની વાતચીતમાં દેવાયત ખવડ વિશે માહિતી આપી હતી.

તેમના જણાવ્યા અનુસાર ગામના કાઠી દરબાર સમાજમાં 1988 માં જન્મેલા દેવાયત ખવડે એક થી સાત ધોરણ સુધીનો અભ્યાસ દુધઈ ગામમાં કર્યો હતો. ત્યારબાદ પોતાનું માધ્યમિક શિક્ષણ લેવા માટે પોતાના ગામથી ચાર કિલોમીટર દૂર આવેલા સડલા ગામમાં જતા હતા અને પછી કોલેજ સુધીનો અભ્યાસ સુરેન્દ્રનગરમાં કર્યો હતો.

તેમના પિતા દાનભાઈ ખવડ સિમેન્ટના પીપ બનાવવાના ઉદ્યોગમાં શ્રમિક તરીકે કામ કરતા હતા. તેમની પાસે 10 વીઘા જમીનમાં ખેતી પણ કરતા હતા, તેમનું નિધન 2015 માં થયું હતું. દેવાયત ખવડ ને ડાયરાની દુનિયામાં લાવનારા તેમના મામા જીલુભાઈ કરપડા છે. તેઓ સાહિત્ય પ્રેમી છે અને ખેતી ઉપરાંત સાહિત્ય શિબીરો પણ કરે છે.

વર્ષો પહેલા ગામમાં રાજ્ય સરકારના માહિતી ખાતા તરફથી દૂરદર્શન અને આકાશવાણી ના સહયોગ સાથે ઉગતા કલાકાર માટે ત્રણ દિવસની શિબિર રાખવામાં આવતી. દેવાયત ખવડ ને ગાવાનો રસ જાગ્યો અને તેઓએ મામાને વાત કરી, તેમના પ્રોત્સાહનથી 2004 માં સડલા ગામમાં રાખવામાં આવેલી આવી જ એક શિબિરમાં દેવાયત ખવડે ભાગ લીધો હતો.

ત્યારથી તેઓએ ગાવાનું શરૂ કર્યું હતું અને પછી ગામે ગામ ડાયરા ના પ્રોગ્રામ કરવા લાગ્યા હતા, તેઓ ઈશરદાન ગઢવી ને ખૂબ જ સાંભળતા હતા, આગળ જતા તેઓ વિદેશમાં પણ પ્રોગ્રામ કરવા લાગ્યા. હાલમાં જ તેઓએ એક નવી મર્સિડીઝ કાર છોડાવી છે જેના ફોટાઓ અને વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*