હજારો દીકરીના પાલક પિતા તરીકે ઓળખાતા મહેશભાઈ સવાણીને તો તમે બધા જરૂર ઓળખતા હશો. મહેશભાઈ સવાણી હંમેશા પોતાના સેવાકીય કામના કારણે સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહે છે. દર વર્ષે મહેશભાઈ સવાણી દીકરીઓના સમૂહ લગ્ન કરાવે છે. ત્યારે ગત 24 અને 25 ડિસેમ્બર 2022ના રોજ પીપી સવાણી ગ્રુપ અને જાનવી લેબગ્રો ગ્રુપ દ્વારા દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.
મહેશભાઈ સવાણીએ તમામ દીકરીઓના ધામધૂમથી લગ્ન કરાવ્યા હતા. મિત્રો દીકરીઓના લગ્ન કરાવ્યા બાદ મહેશભાઈ સવાણીએ નવું જાન્યુઆરીના રોજ દીકરીઓ અને જમાઈઓનું પ્રથમ ગ્રુપને મનાલી હનીમૂન માટે મોકલ્યું હતું. મનાલીમાં રહેવાની, ફરવાની અને ત્યાં જમવાની તમામ વ્યવસ્થાઓ મહેશભાઈ સવાણી એ પહેલેથી જ કરી નાખી હતી.
જેથી ત્યાં દીકરીઓ અને જમાઈઓને કોઈ અગવડતા ન પડે.પ્રથમ ગ્રુપને સૌપ્રથમ પ્રાણીસંગ્રહાલયની પાછળ આવેલા મિતુલ ફાર્મમાં બોલાવવામાં આવ્યા હતા. ત્યાં મહેશભાઈ સવાણીએ પ્રવાસ દરમિયાન શિડયુલ અને ત્યાંનું આયોજન કેવું છે તેની માહિતી આપી હતી.
ત્યારબાદ તમામને એક સરખા ટીશર્ટ આપ્યા હતા અને બપોરે 3:30 વાગ્યાની આસપાસ તમામ લોકોને રેલવે સ્ટેશન પહોંચાડવામાં આવ્યા હતા. ત્યાંથી દીકરીઓ અને જમાઈઓને 12 દિવસના મનાલી પ્રવાસ માટે રવાના કરવામાં આવ્યા હતા. મનાલી પ્રવાસે ગયેલા દીકરીઓ અને જમાઈઓના ફોટા પણ મહેશભાઈ સવાણીએ સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા.
મનાલીના પ્રવાસે ગયેલા લોકો ત્યાં ખૂબ જ મોજ મસ્તી કરી રહ્યા છે. તે લોકોએ ત્યાં બરફમાં ગરબા રમવાની મોજ માણી હતી. આ ઉપરાંત ઘણી બધી અલગ અલગ એક્ટિવિટી પણ ત્યાં કરી હતી. એટલું જ નહીં કે લોકોએ બરફની એક શિવલિંગ પણ બનાવી હતી અને ત્યાં આગળ પીપી સવાણી ગ્રુપ એમ પણ લખ્યું હતું.
હાલમાં તેમના પ્રવાસના ફોટા અને વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે અને લોકો આ કાર્ય જોઈને મહેશભાઈના મન મૂકીને વખાણ કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment