વાહ ભાઈ વાહ..! વિદેશની ભૂરીને થઈ ગયો ભારતના યુવક સાથે પ્રેમ, લગ્ન કરવા છોકરી સાત સમુંદર પાર સ્વીડનથી આવી ભારત… જુઓ બંનેના લગ્નની તસવીરો…

મિત્રો પ્રેમ એક એવી વસ્તુ છે કે પ્રેમમાં પડેલા લોકો શું શું કરે છે તે તેને પણ ખબર રહેતી નથી. ઓલી કહેવત છે ને કે, પ્રેમની કોઈ સીમા કે કોઈ મર્યાદા હોતી નથી. ત્યારે હાલમાં તેઓ જ એક જીવતું જાગતો ઉદાહરણ ઉત્તર પ્રદેશમાંથી સામે આવ્યું છે. વિગતવાર વાત કરીએ તો સ્વીડન દેશની એક મહિલા સાત સમુંદર પાર કરીને ભારતમાં ઉત્તરપ્રદેશમાં રહેતા યુવક સાથે લગ્ન કર્યા છે.

બંનેની લગ્નની ચર્ચાઓ હાલમાં સોશિયલ મીડિયા પર ચારેય બાજુ થઈ રહી છે. લોકો આ બંનેની પ્રેમ કહાની જાણવા માટે ખૂબ જ ઉત્સુક છે. મિત્રો તમને જણાવી દઈએ કે સ્વીડનમાં રહેતી ક્રિસ્ટન લિબર્ટ નામની મહિલા ઉત્તર પ્રદેશના રહેવાસી પવન કુમાર નામના યુવક સાથે લગ્ન કરવા માટે 27 જાન્યુઆરીના રોજ ભારત આવી હતી.

પવન કુમાર ઉત્તર પ્રદેશના ઓટાનો રહેવાસી છે. પવન કુમારે અને ક્રિસ્ટન લિબર્ટને ઓટાની એક શાળામાં હિન્દુ ધાર્મિક વિધિઓ અનુસાર લગ્ન કર્યા હતા. મિત્રો તમને જણાવી દઈએ કે બંનેની ઓળખ ફેસબૂક પ્લેટફોર્મ પર થઈ હતી.બંનેના લગ્નની તસવીરો પણ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે.

લગ્નની વાયરલ થઈ રહેલી તસ્વીરો અને વીડિયોમાં તમે જોઈ શકો છો કે, ક્રિસ્ટન લિબર્ટને પોતાના લગ્નમાં ભારતીય લગ્ન પરંપરા મુજબ કપડા પહેર્યા છે. તેને લીલા કલરની ખૂબ જ સુંદર સાડી પહેરી છે. વર્ષ 2012માં ક્રિસ્ટન લિબર્ટ અને પવન કુમાર ફેસબૂક પર મળ્યા હતા.

દેહરાદુનના પવન કુમાર એક ફર્મમાં એન્જિનિયર તરીકે કામ કરે છે. મિત્રો તમને જણાવી દઈએ કે પવન કુમારના લગ્નથી તેમના પરિવારજનોને કોઈ પણ પ્રકારનો વાંધો ન હતો. પરિવારના સભ્યોએ બંનેના ખૂબ જ રાજી ખુશીથી લગ્ન કરાવ્યા છે.

લગ્ન વિશે જ્યારે ક્રિસ્ટન લિબર્ટને પૂછવામાં આવ્યું ત્યારે તેને જણાવ્યું હતું કે, તે અગાઉ પણ ભારત આવી ચૂકી છે અને તેને ભારત ખૂબ જ પસંદ છે અને તે આ લગ્નથી ખૂબ જ ખુશ છે. આ લગ્નની ચર્ચાઓ સોશિયલ મીડિયા પર ચારે બાજુ ચાલી રહે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*