રાશિ પ્રમાણે ગણેશ ચતુર્થી પર ગણપતિ બાપાની આ રીતે કરો પૂજા,ખુલી જશે ભાગ્યના દરવાજા

દરેક પ્રસઁગ તથા તહેવાર પહેલા ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે, કારણ કે તેમને તમામ દેવી-દેવતાઓમાં પ્રથમ સ્થાન આપવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર જે લોકો નિયમિત રીતે ભગવાન ગણેશની પૂજા કરે છે તેમને તેમના દરેક દુ:ખમાંથી મુક્તિ મળે છે. આ કારણે ભગવાન ગણેશને વિઘ્નહર્તા ગણપતિ કહેવામાં આવે છે. શ્રી ગણેશને પ્રસન્ન કરવા માટે દર વર્ષે ગણેશ ચતુર્થીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાની સાથે તેમને તેમની મનપસંદ વસ્તુઓ અર્પણ કરવી પણ શુભ છે. ગણેશ ચતુર્થીનો તહેવાર 10 દિવસ સુધી ઉજવવામાં આવે છે, જે અનંત ચતુર્દશીના દિવસે સમાપ્ત થાય છે.

આ વખતે ગણેશ ચતુર્થીનો તહેવાર 7 સપ્ટેમ્બર 2024ના રોજ ઉજવવામાં આવશે. અનંત ચતુર્દશીનો તહેવાર 17 સપ્ટેમ્બર 2024ના રોજ ઉજવવામાં આવશે. ગણેશ ચતુર્થીના દિવસે રાશિ પ્રમાણે પૂજા કરવાથી સાધકને ગણપતિ બાપ્પાના વિશેષ આશીર્વાદ મળે છે. ચાલો જાણીએ ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસે રાશિ પ્રમાણે ભગવાન ગણેશને કઈ વસ્તુઓ અર્પણ કરવી શુભ છે.

મેષ : જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મેષ રાશિના લોકોએ પોતાના ઘરમાં લાલ રંગની ગણેશ મૂર્તિની સ્થાપના કરવી જોઈએ. તેમને 10 દિવસ સુધી લાલ વસ્ત્ર, દાડમ, લાલ ગુલાબ અને 11 દુર્વા ઘાસ અર્પણ કરો. તેનાથી તમારા ઘર અને પરિવારમાં સુખ-શાંતિ જળવાઈ રહેશે.