તહેવારોની સિઝનમાં કોરોનાવાયરસ ને લઈને આવ્યા ચિંતાજનક સમાચાર, કોરોના એ તોડ્યા તમામ રેકોર્ડ

173

દિલ્હીમાં કોરોનાવાયરસ એ પોતાનું મોટું રૂપ લઈ રહ્યો છે અને નવેમ્બરમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. ગત 24 કલાકમાં કોરોનાના 8593 નવા કેસ દાખલ થયા છે જે એક દિવસમાં નોંધાતા કેસમાં અત્યાર સુધીના સૌથી વધારે કેસ છે. આ મહમારીથી એક જ દિવસમાં 85 લોકોના મોત થયા છે.જયારે 7264 દર્દીઓ સાજા થયાં છે.આ પહેલા સોમવારના રોજ 7830 કેસ સામે આવ્યા હતા.

દિલ્હી હાલમાં પ્રદૂષણ અને કોરોના આમ બે સંકટ સામે લડી રહ્યું છે. દિલ્હીમાં હવા ઝેરી હોવાની સાથે કોરોના મામલાએ પણ રેકોર્ડ તૂટી રહ્યા છે. રોજના દાખલ થતા કોરોના ના કેસ ની સાથે મોતની સંખ્યા પણ વધી રહી છે. જેને ચિંતામાં વધારો કર્યો છે અને દિલ્હીમાં કોરોના ની સંક્રમણની સંખ્યા સાડા ચાર લાખની પાર છે.

જ્યારે 7228 લોકોના મોત નિપજયા છે.દિલ્હીમાં સતત પ્રદૂષણ વધવાના કારણે કોરોના નું પ્રમાણ વધી રહ્યું છે અને દિલ્હી સરકારે દિવાળી પર ફટાકડા પર પ્રતિબંધ પણ મૂક્યો છે.

દિલ્હી સરકારના આ કાર્ય કરવાથી કોરોના સામે અને પ્રદૂષણમાં ઘટાડવામાં રાહત મળશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!