મહિલા તેના 3 બાળકો સાથે ઘરેથી ભાગીને પ્રેમી સાથે નર્મદા કેનાલમાં મૃત્યુની છલાંગ લગાવી દીધી, પાંચેયના કરુણ મૃત્યુ…ગામના લોકોમાં હાહાકાર મચી ગયો…

હાલમાં બનેલી એક ખૂબ જ ચોકાવનારી ઘટના સામે આવી છે. થરાદના સણધર સીમામાંથી પસાર થતી નર્મદા નહેરમાં ગઈકાલે એક મહિલાએ પોતાના ત્રણ બાળકો સાથે નહેરમાં કૂદીને પોતાનું જીવનનું ટૂંકાવ્યું હતું. આ ઘટનાની જાણ સ્થાનિક લોકોને થતા સ્થાનિક લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા.

ત્યારબાદ આ ઘટનાની જાણ ફાયર વિભાગની ટીમને કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. મળતી માહિતી અનુસાર ગઈકાલે સ્થાનિક તરવૈયાઓ અને ફાયર વિભાગની તેમને લગભગ બે કલાકની ભારે શોધખોળ બાદ નહેરમાંથી ત્રણ બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા.

બાળકો સાથે તેની માતાએ પણ નહેરમાં જમ્પ લગાવ્યો હતો તેવું સ્થાનિક લોકોનું કહેવું હતું. જેના પગલે ફાયર વિભાગની ટીમે નહેરમાં શોધખોળ શરૂ રાખી. ત્યારે આજરોજ ફાયર વિભાગની ટીમને નહેરની અંદરથી મહિલા અને તેના પ્રેમીનું મૃતદેહ લોખંડના તારથી બાંધેલી હાલતમાં મળી આવ્યું હતું. આ ઘટના બનતા જ ચારે બાજુ માતમ છવાઈ ગયો હતો.

આ સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલી મહિલાના પતિએ જણાવ્યું કે, વાવ તાલુકાના ધરાધરા ગામના તેની જ સમાજના દેવજી રમેશજી ઠાકોર નામના યુવક સાથે મારી પત્ની પ્રેમ સંબંધમાં હતી. હાલમાં સમગ્ર ઘટનાને રહીને થરાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. મહિલાએ પોતાના ત્રણ બાળકો અને એક યુવક સાથે કેનાલમાં કુદી હતી તેવી માહિતી મળી રહે છે.

મહિલા સાથે કેનાલમાં કુદનાર યુવક તેનો પ્રેમી હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. બનાવ બન્યા બાદ ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. જ્યારે સૂત્રો અનુસાર કહેવામાં આવી રહ્યું છે કે મહિલાએ ઘર કંકાસના પગલે આ પગલું ભર્યું હશે. મળતી માહિતી અનુસાર ગામના કેટલાક લોકોએ નર્મદા કેનાલ પાસે સૌપ્રથમ એક મોબાઈલ જોયો હતો.

આ ઉપરાંત કેનાલમાં બે મૃતદેહ તરી રહ્યા હતા. મોબાઈલ પર સતત રિંગ વાગી રહી હતી. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. કોઈએ ફોન રિસીવ કર્યો ત્યારે ખબર પડી કે મહિલા તેના ત્રણ બાળકો સાથે ઘરેથી ગુમ થઈ ગઈ હતી. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*