હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક મહિલાએ જાહેરમાં કંઈક એવું પગલું ભરી લીધું કે સાંભળીને તમે પણ હચમચી જશો. એક મહિલાએ જાહેરમાં પોતાના શરીર ઉપર પેટ્રોલ રેડીને પોતાની સળગાવીને જીવ ટૂંકાવાનો પ્રયાસ કર્યો હતો. ત્યાં હાજર લોકો કાંઈ સમજે તે પહેલા તો મહિલા ગંભીર રીતે દાઝી ગઈ હતી.
આસપાસના લોકોએ ભેગા મળીને મહિલાના શરીર પર લાગેલી આગ બુજાવી હતી અને તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર હાલમાં મહિલાની સારવાર હોસ્પિટલમાં ચાલુ છે અને તેની હાલત ખૂબ જ નાજુક છે તેવું કહેવામાં આવી રહ્યું છે. આ કાળજુ કંપાવી દેનારી ઘટના આજરોજ છત્તીસગઢના રાજનાંદગાંવમાં બની હતી.
સમગ્ર ઘટનાને વિગતવાર વાત કરીએ તો, અટલ આવાસમાં બનાવેલા મકાનમાંથી બહાર કાઢી મૂકવામાં આવતા મહિલાએ આ પ્રકારનું ગંભીર પગલું ભરી લીધું હતું. આ ઘટના બનતા છે લોકોએ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. ઘટનાની માહિતી મળતા પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે કેસ નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
પોલીસ પીડિત મહિલાનું નિવેદન લેવાનો પ્રયાસ કરી રહી છે. હાલમાં મહિલાની હાલત એવી નથી કે તે કોઈની સાથે વાતચીત પણ કરી શકે. જાણવા મળી રહ્યું છે કે મહાનગરપાલિકા દ્વારા અટલ આવાસ નું નિર્માણ કરવામાં આવ્યું છે, પરંતુ કેટલાક લોકોએ અહીં ગેરકાયદેસર કબજો જમાવી લીધો છે અને તેઓ કોઈપણ પ્રકારની ફાળવણી કર્યા વગર અહીં રહે છે.
તેના અંતર્ગત ગુરૂવારના રોજ એટલે કે આજરોજ મનપાની ટીમનું દબાણ આવ્યું હતું. અહીં 49 વર્ષીય યાસ્મીન બેગમ નામની મહિલા પોતાના 22 વર્ષના દીકરા સાથે રહે છે. તેમના પર એવો આરોપ છે કે તેઓ અહીં મકાનની ફાળવણી કર્યા વગર અહીં રહેતા હતા. જેના પગલે મ્યુન્સિપાલટી કોર્પોરેશનની ટીમે તેમના ઘરને સીલ લગાવી દીધું હતું. આ જોઈને મહિલાએ પોતાની ઘરની બહાર પોતાના શરીર પર પેટ્રોલ રેડીને પોતાનો જીવ ટૂંકાવાનો પ્રયાસ કર્યો હતો.
મહિલાએ જાહેરમાં પોતાના શરીર પર પેટ્રોલ રેડીને પોતાની જાતને સળગાવી, ત્યારબાદ કંઈક એવું બન્યું કે…વીડિયો જોઈને કાળજુ કંપી ઉઠશે… pic.twitter.com/3pKjZCSRs5
— GUJJU ROCKZ (@gujju_rockz) December 29, 2022
આ ઘટના બનતા જ કોર્પોરેશનની ટીમ ઘટના સ્થળેથી ભાગી ગઈ હતી. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે. મહિલાનો આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે અને પોલીસે સમગ્ર ઘટનાને લઈને ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment