અત્યારે સોશિયલ મીડિયા પર અકસ્માત ના વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે, જેમાં રખડતા ઢોરોના ત્રાસને કારણે લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આવો જ એક કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે, રખડતા ઢોર રાહદારી અને વાહનચાલકોને અડફેટે લઈ રહ્યા છે. જેને કારણે તેમને ઈજા પહોંચી રહી છે, પરંતુ પશુપાલકોની દાદાગીરી અને કોર્પોરેશનની ઢીલી નીતિને કારણે આ સમસ્યાનો ઉકેલ આવી રહ્યો નથી.
ત્યારે ફરી એક વખત નવાગામ ડીંડોલી વિસ્તારમાં રખડતા ઢોરે ચાલુ ટુવ્હિલરને અડફેટે લેતા ચાલક મહિલા રોડ પર પટકાઈ હતી અને તેને ઈજા પહોંચી હતી. નવાગામ ડીંડોલી વિસ્તારમાં મહિલા ટુવ્હીલર પર પસાર થઈ રહી હતી. આ દરમિયાન એકા એક રખડતા ઢોરે ચાલુ ટુવ્હીલરે તેને ફંગોળી દીધી હતી.
મહિલાને એક બે સેકન્ડમાં જ એકાએક તેના તરફ ધસી જઈ તેને પટકી દીધી હતી. ઢોરે મહિલાને અડફેટે લેતા ધડાકેદાર અવાજ આવ્યો હતો, મહિલાને પડતા જોઈ આજુબાજુના લોકો પણ દોડી આવ્યા હતા. અતિ વ્યસ્ત વિસ્તારમાં વાહન ચાલકોની અવરજવર પણ ખૂબ મોટી સંખ્યામાં હતી.
આ સમયે આ ઘટના બનતા અન્ય વાહન ચાલકોમાં પણ ડરનો માહોલ જોવા મળ્યો હતો. રખડતા ઢોર દ્વારા રાહદારી અને વાહન ચાલકોની ઈજા પહોંચાડવાની ઘટના સામાન્ય બની ગઈ છે. કોર્પોરેશનની ઢોર પકડ પાર્ટી અલગ અલગ ઝોન માં ફરીને રખડતા ઢોરને પકડી રહી છે. પરંતુ પશુ માલિકો દ્વારા જડ વલણ બતાવવામાં આવતું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
સુરતમાં એકટીવા પર સવાર મહિલા રખડતા ઢોરનો ભોગ બની, રસ્તા ઉપર અચાનક જ મહિલા સાથે કંઈક એવું બન્યું કે… જુઓ હચમચાવી દેતા CCTV ફૂટેજ… pic.twitter.com/L09wDMuvB3
— GUJJU ROCKZ (@gujju_rockz) July 7, 2023
પશુ માલિકો ઘણી વખત મહાનગરપાલિકાના ઢોર પકડ પાર્ટીના કર્મચારીઓ ઉપર પણ હુમલો કરી દે છે અને પોતાના ઢોર છોડાવી જાય છે. રાહદારી અને વાહન ચાલકો રખડતા ઢોરનો ભોગ બની રહ્યા છે, પરંતુ આ સમસ્યાનો નિકાલ કેવી રીતે લાવવો તે અંગે કોર્પોરેશન પણ મૂંઝવણમાં છે. કોર્પોરેશન માટે પણ સતત પશુપાલકો સાથે થતા સંઘર્ષ કરવાની સમસ્યા પડકારરૂપ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment