ગીર સોમનાથના તલાલામાં કપડાં ધોતી વખતે હાર્ટ એટેક આવતા મહિલાનું કરુણ મોત… પરિવાર પર દુઃખનો પહાડે તૂટી પડ્યો…

ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા વખતથી હાર્ટ એટેક આવવાની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. વહેલા મોટી ઉંમરના લોકોમાં હાર્ટ એટેક આવવાના કિસ્સાઓ વધ્યા હતા. ત્યારે હવે નાની ઉંમરના બાળકો અને યુવકોમાં હાર્ટ એટેક આવવાના કિસ્સાઓ વધી ગયા છે.

ખાસ કરીને છેલ્લા બે-ત્રણ દિવસમાં ગુજરાત રાજ્યમાં કેટલાય લોકોએ હાર્ટ એટેક આવવાના કારણે પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે ગીર સોમનાથના તાલાલામાં બનેલી વધુ એક તેવી જ ઘટના વિશે આજે આપણે વાત કરવાના છીએ. આ ઘટનામાં કપડાં ધોતી વખતે અચાનક જ એક મહિલાને હાર્ટ એટેક આવ્યો હતો અને તેમનું મોત થયું હતું.

ઘટના બનતા જ તેમના પરિવારજનો અને સગા સંબંધીઓ પર શોકનું મોજુ ફરી વળ્યું હતું. વિગતવાર વાત કરીએ તો, રહીશ જેબુનબેન એહમદભાઈ સવારે હિરણ નદીમાં કપડાં ધોવા માટે ગયા હતા. અહીં કપડાં ધોતી વખતે અચાનક જ તેમને હાર્ટ એટેક આવ્યો હતો.

જેના કારણે તેમનું મોત થઈ ગયું હતું. ઘટનાની માહિતી મળતા જ પરિવારના સભ્યો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ ઘટના બનતા જ આખા ગામમાં માતમ છવાઈ ગયો હતો. ત્યારે ગીર સોમનાથમાં તલાલામાં બનેલી બીજી ઘટના વિશે વાત કરીએ તો, આ ઘટનામાં નિકુંજ પરમાર નામના વ્યક્તિનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે.

નિકુંજ પરમાર પોતાના ઘરે હતો ત્યારે તેને હાર્ટ એટેક આવ્યો હતો અને પછી તેનું મોત થઈ ગયું હતું. છેલ્લા 24 કલાકમાં ગીર સોમનાથ જિલ્લાના તલાલા તાલુકામાં હાર્ટ એટેક આવવાના કારણે બે લોકોના મોત થતા સમગ્ર પથકની જનતા ચિંતા મુકાઈ ગઈ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*