બંજી જમ્પિંગ માટે કૂદી રહેલી મહિલા સાથે થયું એવું કે, યુવતીનું મૃત્યુ – જુઓ લાઇવ અકસ્માતનો વિડીયો

64

હવે સોશિયલ મીડિયામાં ઘણા એવા વિડીયો જોયા છે જેને જોઈને તમારો પણ જીવ અધ્ધર થઈ જતો હોય છે ત્યારે તેવો જે વીડિયો સામે આવ્યો છે. બંજી જમ્પિંગ એવી રોમાંચક પ્રવૃત્તિ દરેક વ્યક્તિઓ માટે નથી. પરંતુ ઘણા વ્યક્તિઓ પોતાનો જીવ જોખમમાં મૂકીને શોખ પૂરો કરે છે.

પરંતુ કોઈક વખત આ શોખ ભારે પડી જાય છે. જ્યારે તેઓ એક વીડિયો સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર કઝાકિસ્તાનમાં રહેતી 33 વર્ષીય યુવતી પોતાના પિતા અને મિત્રો સાથે કારાગંડા શહેરની એક હોટેલમાં ગઇ હતી.

ત્યાં હોટલમાં છત પર બંજી જમ્પિંગ ગેમ છે. ત્યારે 33 વર્ષીય યુવતી બંજી જમ્પિંગ કરવા માટે ઉત્સાહમાં હોય છે. સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે 33 વર્ષીય યુવતી 80 ફૂટની ઊંચાઈ પર છત પર ઉભી છે.

ત્યારે બંજી જમ્પિંગ કરતા પહેલા સ્ટાફ યુવતીની હાનેસ તપાસ કરે છે. અને ત્યાર બાદ યુવતી ત્યાંથી કૂદે છે પરંતુ તેની સાથે એક ખૂબ જ ભયાનક અકસ્માત થાય છે. યુવતી જ્યારે નીચે ઝંપલાવે છે ત્યારે તે હવામાં લકવાની બદલે એ સીધી જમીન પર નીચે પડી ગઈ હતી. અને નીચે પડતી વખતે એક દીવાલ સાથે અથડાઈ હતી.

આ દ્રશ્ય જોઈને નીચે ઊભેલા વ્યક્તિઓ તાત્કાલિક ત્યાં દોડી આવ્યા હતા. અને ત્યાર બાદ યુવતીને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. યુવતીની સર્જરી દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. આ ઘટનાની જાણ થતા પોલીસે સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી હતી.

જ્યારે યુવતી છત પરથી નીચે ઝંપલાવી રહી હતી ત્યારે તેનો પતિ તેનો વિડીયો ઉતારી રહ્યો હતો. મળતી માહિતી અનુસાર યુવતી જે દોરડું બાંધીને નીચે કુદી રહી હતી તે દોરડું મજબૂત ન હોવાના કારણે યુવતી હવામાં લટકવાની જગ્યાએ જમીન પર નીચે પડી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!