દિવાળી નો તહેવાર નજીક હોવાથી સુરતમાં ઘર સાફ કરતી મહિલા ત્રીજા માળેથી પડી નીચે, મહિલાનું મૃત્યુ – જુઓ લાઇવ મૃત્યુનો વિડિયો

84

દિવાળીનો તહેવાર આવે તે પહેલાં ગુજરાતી ઘરમાં સાફ-સફાઈની કામગીરી શરૂ થઈ જાય છે. ત્યારે સુરતના વરાછામાં એક ચોંકાવનારી ઘટના બની છે. મળતી માહિતી અનુસાર વરાછાની અનુરાધા સોસાયટીમાં સફાઈ કરતી વખતે એક મહિલા ત્રીજા માળેથી નીચે પડી હતી. મળતી માહિતી અનુસાર મહિલા મકાનની ગેલેરીમાંથી નીચે ખાબકી હતી.

આ સમગ્ર ઘટનામાં 55 વર્ષીય મહિલાનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું. આ સમગ્ર ઘટના સોસાયટી માં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. મહિલાનું મૃત્યુ થતાં જ પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું.

આ ઉપરાંત મૃત્યુ પામેલી મહિલાના પરિવાર તરફથી કહેવામાં આવ્યું છે કે સાફ સફાઈ કરતી વખતે ખોટી ઉતાવળ ન કરવી જોઈએ અને સાવધાની દાખવવી જોઈએ. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલી મહિલા મૂળ ભાવનગરના ગારિયાધારના સાતડા ગામના વતની અને હાલમાં તેઓ સુરતમાં રહેતા હતા.

મૃત્યુ પામેલી ૫૫ વર્ષીય મહિલાનું નામ લલીતાબેન જોગાણી હતું. લલીતાબેન દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો હતો તે માટે પોતાના ઘરની સાફ સફાઈ ની કામગીરી કરતા હતા. ત્યારે સાફ સફાઈ કરતી વખતે તેઓ ત્રીજા માળેથી નીચે પડ્યા હતા.

જ્યારે તેઓ નીચે પડ્યા ત્યારે બાઇક પર એક યુવક નીચે ઉભો હતો. જ્યારે લલીતાબેન નીચે પડ્યા ત્યારે સોસાયટીના આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા. મળતી માહિતી અનુસાર લલીતાબેન ના માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હોવાના કારણે તેમનું મૃત્યુ થયું હતું.

જ્યારે લલીતાબેન ત્રીજા માળેથી નીચે પડ્યા ત્યારે પહેલા માળે ઊભેલી યુવતી તેમને નીચે પડતા જોઇને બૂમાબૂમ કરી હતી. લલીતાબેન ને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ માથાના ભાગે ગંભીર ઇજા પહોંચવાના કારણે હોસ્પિટલમાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!