24 કલાક ની અંદર સામાન્ય જનતાને લાગ્યો મોટો ઝટકો,આ ચીજવસ્તુઓના ભાવમા થયો વધારો

ભારતમાં કારમી મોંઘવારીનો સામનો કરી રહેલા લોકોને કોઇ રાહત મળી નથી.24 કલાકની અંદર મોંઘવારીના મોરચે સામાન્ય લોકોને બીજો મોટો ઝટકો આપ્યો છે. રિટેલ મોંઘવારી બાદ જથ્થાબંધ મોંઘવારી પણ વધીને 14.23 ટકા થઈ ગઈ છે.

પાંચ મહિનામાં ખાધ ચીજોના ભાવ સૌથી વધારે થઈ ગયા છે. જથ્થાબંધ ભાવ આધારિત ડબલ્યુપીઆઇ ફુગાવો નવેમ્બરમાં એક વર્ષની ઊચી સપાટીએ 14.23 ટકા પર પહોંચ્યો છે તેનું સૌથી મોટું કારણ ખાધ ચીજોના ભાવ ખાધ ચીજોના ભાવ ખાધ કિંમતમાં ઉછાળો છે.

આંકડાઓ અનુસાર નવેમ્બર મહિનામાં ખાધ ચીજોના ભાવ પાંચ મહિનામાં સૌથી વધુ રહ્યા હતા. ગયા મહિને શાકભાજીના ભાવમાં વધારો થયો હતો એટલું જ નહીં.ઈંડા ના ભાવમાં પણ વધારો થયો હતો. આ ઉપરાંત જથ્થાબંધ ફુગાવામાં વધારવામાં ઈંધણ અને વીજળી નો મોટો ફાળો હતો.

37.18 ટકાની તુલનામાં નવેમ્બરમાં ભાવ 39.81 ટકા વધ્યા હતા જોકે ઉત્પાદિત ચીજવસ્તુઓ નો ભાવ ઓક્ટોબરમાં 12.04 ટકા ની તુલના માં થોડો ઘટી ને 11.92 ટકા થયો હતો.

એક દિવસ પહેલા રિટેલ ફુગાવાના આંકડા જાહેર થયા હતા. સોમવારે જાહેર કરાયેલા આંકડા મુજબ નવેમ્બરમાં રિટેલ ફુગાવો વધીને 4.91 ટકા થયો હતો.આ મુખ્યત્વે શાકભાજીના વધેલા ભાવના કારણે પણ હતું. રિઝર્વ બેન્કે આ મહિનાની શરૂઆતમાં એમ.પી.સી ના બેઠક બાદ ફુગાવા અંગેના અનુમાન વ્યક્ત કર્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*